________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાન તત્ત્વજ્ઞાનનો ખજાનો પંચમઆરાના છેડા સુધી ટકે તેવી ભાવનાથી આ પુસ્તક પ્રકાશિત
કરેલ છે. * મંગલ કાર્યવાહી:
શ્રી સમયસારજી પરમાગમ ઉપર પૂ. ભાઈશ્રીનાં અલગ-અલગ સાલનાં મંગલ પ્રવચનો જે ઓડિયો, વિડિયો કેસેટમાં અંકિત થયેલા છે, તે દિવ્ય ધ્વનિને ટેપ ઉપરથી ઉતારી અને અક્ષરદેહરૂપે લેખનીબદ્ધ કરવામાં આવ્યા છે. એકજ ટેપને વારંવાર સાંભળીને લખેલ છે.
યથાયોગ્ય લખાણને યોગ્ય સુસંગત પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત લખાણ કરેલ છે. આ પ્રવચનો લખતી વખતે આ પ્રવચનોમાં વ્યક્ત ભાવો યથાવત્ જળવાઇ રહે તેની સંપૂર્ણ જાગૃતિ રાખવામાં આવી છે. વળી અધ્યાત્મમાર્ગમાં એકની એક વાત આત્માર્થતાની પોષક હોવાથી પુનરુક્તિ દોષ ન લાગતાં... અધ્યાત્મના રસને પુષ્ટ કરે છે. તેમજ આ પુસ્તકનો સ્વાધ્યાય કરતી વખતે પૂ. ભાઈશ્રીની વાણીની અતીન્દ્રિયધારા માનો કે પ્રત્યક્ષ વહેતી હોય તેવી રીતે સંકલિત કરેલ છે. * આભાર
- આ પુસ્તક પ્રકાશન થવામાં મુખ્ય કાર્યકર્તા બ્ર. શોભનાબેન જે. શાહ છે. તેમના કુશળ માર્ગદર્શન નીચે આ સંપૂર્ણ પુસ્તક પ્રકાશિત થયેલું છે. તઉપરાંત ટેઇપ ઉપરથી પ્રવચન ઉતારવાનું કાર્ય ઘણું જ કઠિન હોવા છતાં, મુમુક્ષુના નિસ્પૃહુ સહકારથી આ કાર્ય ટૂંક સમયમાં પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનું શક્ય બનેલ છે. આ પ્રવચનો કેસેટ ઉપરથી લખવામાં મુખ્ય ફાળો ચંદનબેન પુનાતર, ડો. દેવેન્દ્રભાઈ દોશી તેમજ શ્રી બકુલભાઈ લાખાણી વગેરેનો છે. તેમજ શ્રી દેવશીભાઈ ચાવડા વગેરે પ્રત્યે અને પુસ્તકની શરૂઆતથી અંત સુધી ખૂબજ ઉત્સાહિત હૃદયે કાર્યકર્તા શ્રી ચેતનભાઈ મહેતા વગેરે પ્રત્યે સંસ્થા આભારની લાગણી વ્યક્ત કરે છે. * સહાયક ફંડ
પૂ. ભાઈશ્રીનાં પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની જાહેરાત થતાં જ અનેક મુમુક્ષુ ભાઈબહેનો તરફથી ઉદાર હૃદયે સહકાર પ્રાપ્ત થયો છે. તે સર્વે પ્રત્યે સંસ્થા હૃદયથી આભારની લાગણી વ્યક્ત કરે છે.
આ પુસ્તકની ખરી કિંમતનો નિત્ય સ્વાધ્યાય છે. * આવકાર્ય -
શ્રી દિગમ્બર કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલનું આ પ્રથમ પુસ્તક છે. તેથી સુજ્ઞ પાઠકગણને વિદિત કરીએ છીએ કે આ સંકલન સંબંધી કાંઇ પણ ક્ષતિઓ, ત્રુટીઓ, રહી જવા પામી હોય, તો તે સંબંધી સૂચનો અવશ્ય મોકલશો. અમે તેને આવકારશું અને ત્યાર પછીના પુસ્તકમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે.
અંતમાં સૌ મુમુક્ષુજનો આ પુસ્તકનો સ્વાધ્યાય કરી અને સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણતું હોવાથી મને જાણનારો જ જણાય છે એવો અભેદ અનુભવ સૌને થાય એજ ભાવના સહુ
શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કાન સ્વાધ્યાય હોલ “સ્વીટ હોમ” જાગનાથ શેરી નં. ૬,
જીમખાના રોડ, રાજકોટ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com