________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૮૦ પણ...તત્ત્વનો અભ્યાસ આ કાળે ઓછો બહુ થઈ ગયો!
ટોડરમલ સાહેબ લખે છે કે સમ્યકત્વની સન્મુખ કોને કહેવો? સમ્યક થવા પહેલાંસમ્યક નથી થયો હજી, તો સમ્યકની સન્મુખ થયો એ કોને કહેવો કે નિરંતર એના ઉપયોગને તત્વમાં લગાડતો હોય, એ સમ્યફની સન્મુખ છે. એને સમ્યક થવાનો ચાન્સ છે. કહેવાનો આશય.... સન્મુખ છે એટલે એને ચાન્સ છે. પણ.આત્માનું સ્મરણ છોડીને રાગાદિની ક્રિયામાં વયો જાય છે, ધકેલાઈ જાય છે. આહા...હા...હા! અને રાગની ક્રિયા આત્માપણે દેખાય છેઆત્માનું કર્મ દેખાય છે. એને જ્ઞાન દેખાતું નથી ને જ્ઞાનમાં જ્ઞાયક છે ઇ તો ક્યાંથી દેખાય?
માટે...તત્વ અભ્યાસ કરનારને ત્યાં સુધી કહ્યું કે એ સમ્યની સન્મુખ છે. ભલે, બારવ્રત, તપ ક્રિયા ન હોય એને તોપણ..તોપણ એ જે તત્ત્વ અભ્યાસ કરે છે નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ કરે છે એ સમ્યકની સન્મુખ છે. એને અવકાશ છે સમ્યકત્વ થવાનો. કેમકે એનું મિથ્યાત્વ ગળવા મંડે છે તત્ત્વ અભ્યાસથી. એને ગર્ભિતશુદ્ધતા આવે છે, પછી પ્રગટ શુદ્ધતા થઈ જાય છે.
આહા....! હવે બીજા બોલમાં કહે છે. “તેમ જ વસ્તુસ્વભાવ” જ્ઞાન તે વસ્તુ છે. જ્ઞાન છે ઇ વસ્તુ છે. રાગ કોઇ વસ્તુ નથી અવસ્તુ છે. “વસ્તુસ્વભાવ “પરને” ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી” એટલે જ્ઞાન પરપદાર્થને “શય' બનાવી નહીં શકતું હોવાથી —અશક્ય છે, અસંભવ છે.
જ્ઞાનમાં પરપદાર્થ જોય થઈ જાય એમ કોઇ કાળ આવવાનો નથી.
વસ્તુસ્વભાવ 'ત્રણે ય કાળની વાત ચાલે છે. આહા! એટલા સમાચાર મળે છે કે. કલકત્તામાં તત્ત્વના.જિજ્ઞાસુ છે. અને પકડ છે. એવા કાન ઉપર અવાજ આવે છે. આહા..! ભલે થોડા ! ત્યાં સુધી કે પહેલાં નહોતું બેસતું હવે બેસવા મંડયું છે. આહા...! હોનહાર સારી બાપા! અવસર છે, બેસાડો, બેસાડવા જેવી વાત છે. આ તો સંતોની વાણી છે. આહા...! કોઇના ઘરની વાત નથી. ત્રણલોકના નાથની વાણી છે આ, અફર છે ફરશે નહીં. આ હા....હા !
વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન નહિ કરી શકતો હોવાથી–આત્માનું જ્ઞાન ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણકાળમાં, કોઇ એક સમય આત્માનું જ્ઞાન રાગને જ્ઞય બનાવી શકતું નથી. આત્માનું જ્ઞાન, એનું શેય રાગ થતું નથી. એ મનનો વિષય છે. મન એને જ્ઞય બનાવે છે. બુદ્ધિ અને જ્ઞય બનાવે છે, એનો વાંધો નથી અમને! આહા...! છતાં મન એને જ્ઞય બનાવે
ન્યાં ભગવાન આત્માનું જ્ઞાન પણ પ્રગટ છે. તો ઉપચારથી કહ્યું: “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે' મરી ગ્યો એમાં તો! આહા..હા! આવે, ૧૧મી ગાથા પછી ૧૨મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પણ એ ભેદને જાણે છે કોણ? અતીન્દ્રિયજ્ઞાન જાણે છે?
ઉપયોગ ” તો શુદ્ધઉપયોગ તો રહ્યો નહીં. શુદ્ધપરિણતિ તો અભેદ છે. પણ એમાં જે પ્રતિભાસ દેખીને ઉપચારથી કહેવાય કે “વ્યવહાર.જાણેલો. પ્રયોજનવાન છે” એની ના નથી. પણ વ્યવહાર લગાડીને ત્યાંથી ખસી જાવ..!!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com