________________
શ્રી યદુવંશપ્રકાશ (પ્રથમખંડ) હતા છતાં કે તેનું દર્દ પારખી શકયું નહિ. પરંતુ સોલંકી રાજા રાજસિંહ ઘોડે તપાસી કહ્યું કે “આ ઘેડે સ્વઘાતથી પગ માંડતો નથી” (ઘેડાને સ્વન આવે કે લડાઇમાં પગને ઈજા થઈ છે, અથવા કપાઇ ગયો છે એમધારી પગોળી (ઉચેકરી) ઉભે રહે તેનું નામ સ્વનઘાત કહેવાય) માટે લશ્કરની બે ટુકડી શહેર બહાર મેદાનમાં ઉભીકરી તેમાંની એક ટુકડી સાથે આ ઘોડા ઉપર ચડી લાખાએ પોતે જવું અને સિંધુડા રાગમાં સરણાઈઓ અને બુબી ડેલી બજાવી એકદમ હાકલ પડકાર સાથે હાકરણુ (હલ્લો) કરી એકદમ બીજી ટુકડી ઉપર હુમલો કરવાનો દેખાવ કરે, તે જોઈ ઘોડાને શુર પ્રગટતાં સ્વપ્નની વાત ભુલી જશે અને પગ જમીન ઉપર માંડી દેડવા માંડશે. લાખાએ તે પ્રમાણે કરતાં ઘેડે જમીન ઉપર પગ માંડ્યો, તેથી જામલાઓ બહુજ ખુશ થયા અને રાજસોલંકીને પિતાની બહેન “રાયાં પરણાવી અને તેના ઉદરથી અવતરેલ કુંવરનું નામ
રાખાયત રાખ્યું. એક દિવસ લાખોફલાણું અને રાજસોલંકી બન્નેએ કાઠીઆવાડમાં આવી ભાદર નદીને કિનારે ડુંગરાળ પ્રદેશમાં સાત કિલ્લાઓ બાંધ્યા. તેમજ એક ટેકરી ઉપર આઠમે દૂગ બાંધી તેની અંદર મહેલ ચણાવી ગામ વસાવી ત્યાં તેઓ રહેવા લાગ્યા. એ આઠમો દુ હેવાથી “આઠકેટ અને પાછળથી આટકોટ કહેવાવા લાગ્યું, એ કિલ્લાથી થોડે દુર દક્ષિણ બોજુની ટેકરી ઉપર પિતાની બાળ સખી ડાહી ડમરીને રહેવા મેડી ચણાવી આપી. હાલ તે જગ્યાને ડાહી ડુંગરીના નામથી લોકો ઓળખે છે, તેમજ ત્યાં લાખા ફુલાણીએ હનુમાનજીની સ્થાપના કરતાં એ હનુમાનજી કુલીયાહનુમાન નામે પ્રસિદ્ધ છે. આટકોટના રાજમહેલમાં જામલા અને રાજ સેલંકી એક દિવસ ચોપાટ રમતાં એક બીજાના કુળની શ્રેષ્ઠતા વિષે વાદે ચડ્યા. અને તેમાં તકરાર વધી પડી રાજ સોલંકીએ જામલાખાને મરમમાં કાંઈક મેણું માર્યું. તે મેણાથી જામલાને ક્રોધ કરીને એકજ તલવારના ઝાટકે રાજનું માથું ઉડાડી દેતાં લાખાની બહેન રાયજી તેના પતિ પાછળ સતી થઇ. ભાણેજ રાખાઈતને જામ લાખાએ ઉછેરી મોટો કર્યો, પણ માતાપિતાને આમ અકાળે વિયોગ થવાથી રાખાયતને બહુ લાગી આવ્યું. પણ અવસર આવ્યે પિતાનું વેર વાળવાનો નિશ્ચય કરી શાન થયે.
રાખાયતને જામલાખો પુત્રની પેઠે રાખતા હતા. પણ તે પ્રેમમાં ન લોભાતાં પિતાના ભાઈ મુળરાજ આગળ અણહીલવાડ પાટણ ગયો, ત્યાં સામંતસિંહ ચાવડો મુળરાજને ગાદી આપવાની પેરવીમાં હતો, પણ તેના ભાયાતો (ચાવડા સરદારો) કચ્છમાંથી તેના પુત્ર અહિયતને ગાદીએ લાવવાના મતમાં હતા. તેથી મુળરાજ તથા રાખાયત કનોજ જઇ તેના કાકા બીજકને તેડી લાવ્યા, બીજકે પાટણમાં આવી રાજા તથા ભાયાતને કહેલ કે મુળરાજના પિતા રાજને તમે લીંબુ ઉછાળ રાજ આપવા વચન (લીલાદેવીના હસ્ત મેળાપ વખતે) આપેલ હતું. પરંતુ તેનો અમલ થયો નથી, રાજ મરી જતાં હવે તેના પુત્ર મુળરાજને લીંબુ ઉછાળ રાજ્ય કરવા દેવું જોઇએ, કચેરીએ તથા રાજાએ એ વાત કબુલ રાખી