________________
જામનગરને ઇતિહાસ. (ચતુથી કળા). સાંભળતા તેના અવાજ ઉપરથી જોગણને ઓળખી ગયે, અને દુહાનો ભાવાર્થ સમજ્યો કે, જામકુલ તથા ધરણ વાઘેલી મરણ પામેલા છે, તેમજ સીણાયનો બંધ ટુટ્યો છે. માણસે ઉપર મામલે મચે છે, કચ્છદેશ દુ:ખમાં અકળાય છે તેથી મને ત્યાં સંભાળ લેવા પ્રજા બોલાવે છે.
ઉપરનો અર્થ મનમાં સમજી લાખે જોગણુને પુછ્યું કે હે ડાઈ, અહીં તું કેમ આવી ? ડાઇએ કહ્યું કે રાજના અને પ્રજાના લોકેએ આપને બોલાવ્યા છે લાખે પુછ્યું કે શું જામકુલ અને ઘણુ બન્ને ગુજરી ગયા? શું શીયાણુનો બંધ ત્રુટી ગયે? સાચું બોલ તારા દુહાનો ભાવાર્થ એવો જણાય છે. દાસીયે જવાબ આપે કે ગરીબ પરવરઆપ આપના મુખથીજ તેમ કહે છે. પ્રથમ પેજ તેમ કહ્યું માટે હવે મારે કહેવામાં વાંધો નથી “એ વાત ખરી છે અને ગાદી ઉપર અભિષેક કરવા રાજની દરેક પ્રજાનો મત આપની તરફેણમાં છે તેમજ આપના બીજા ભાઈઓમાં રાજ્ય ચલાવવા જેટલું શાય નથી માટે આપ કૃપાકરી જલદી સ્વદેશ પધારે.
બીજે જ દિવસે જામલાખો મહારાજા સામતસિંહજીની રજા લઈ કેટલુંક લશ્કર તથા સમૃદ્ધી લઈ દાસી સાથે કચ્છમાં અણગોરગઢ આવ્યું. પ્રજાએ સામૈયું કરી રાજ્યગાદી ઉપર અભિષેક કર્યો, પરંતુ અણગાગઢમાંથી પોતાને દેશવટો મળેલ તેથી ત્યાં નહિં રહેતાં કેરા ગામે અછત કિલ્લો બાંધી “કરા કેટ” માં રાજ્યધાની સ્થાપી. પ્રજાને સુખ આપ્યું. લાખાની દાનવીરતા આજે કચ્છ કાઠીઆવાડમાં સેંકડો વર્ષો વિત્યા છતાં, જેવી ને તેવી ઉજ્વળ ઝળહળી રહી છે. ગાદીએ બેસી તેને લાખાસાગર નામનું તળાવ અંજારથી અઢી કેસ ઉપર આવેલ સીણાય ગામ પાસે બંધાવ્યું, તેમજ ચારણેને દરરોજ લાખ ૫સાવ દાન આપતો તેમજ બ્રાહ્મણને મોટાં દાન (એટલેજ દરરોજ ૧ ભાર સેતુ કરણની માફક) આપી અક્ષય કિર્તિ મેળવી હતી, સારો દરમાયો આપી કેટલુંક લશ્કર રાખ્યું અને અન્ય દેશ જીતવા દરસાલ દશેરાને દહાડે જે દિશામાં મુહૂર્ત આવે તે દિશામાં તે કુચ કરતો અને ત્યાં વિજય કરી રાજ્યમાં પાછા આવતા.
ગુજરાતના રાજા સામતસિંહ ચાવડાનો કુમાર અહિપત કેટલેક વર્ષે લાખાફલાણુને શરણે કચ્છમાં આવ્યું, તેથી તેને મોરગઢ ગામ તથા તેની આસપાસની જમીન તેના નિર્વાહ અથે આપી હતી. મુળરાજ અને લાખા ફુલાણુના વેરનું આ પણ કારણ હોય એવો સંભવ છે. મુળરાજના જન્મ પછી તેની માતા લીલાદેવી તુરતજ ગુજરી ગઈ હતી. તે પછી મુળરાજને પિતા રાજસિંહ આત્માની શાન્તિ અથે યાત્રા કરવા નિકળ્યો. દ્વારકાથી નારાયણસર, કેટેશ્વર, વગેરે તીર્થ સ્થળે જઈ યાત્રા કરી પાછા ફરતી વખતે કચ્છનો કરકેટ જેવા આવ્યો કચ્છ નરેશ લાખાલાણીએ તેનો અતિશય આદરસત્કાર કર્યો. લાખાને પ્યારે દેડ પ્રબુયસર એ વખતે માંદો હતો, તેના માટે દેશપરદેશથી વૈદો અને હકીમો આવ્યા