________________
४८
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ ) લીલાવતીને પરણાવ્યા વિષેની એવી એક દંત કથા છે કે સેલંકી કુમાર રાજબીજ અને દંડકની છાવણી અણહીલપુર પાટણના તળાવને કિનારે પડી હતી. ત્યાં સામતસિંહ ચાવડાના ઘોડાઓને પાણી પાવા માણસે આવ્યા તેમાના એક સ્વારે ઘડીને ચાબુક માર્યો. તેને અવાજ સાંભળી રાજથી નાનભાઈબીજ જે સુરદાસ હતો તેણે કહ્યું કે “આ ચાબુક મારવાથી ઘોડીના પેટમાં પંચકલ્યાણ વછેરે છે તેની ડાબી આંખ ફટી ગઈ” માણસેએ તે વાત રાજાને જઈ કહી તેથી રાજાએ ખાત્રી કરવા એ ત્રણે ભાઈઓને રોકી શરત કરી કે જે વછેરાની ડાબી આંખ ફુલ નહિ હોય તો તમારું સર્વસ્વ લુંટી લઇશ પાટવી કુંવર રાજ કહે છે કે જે અમારી વાત સાચી ઠરે તે તમારી બહેન લીલાદેવીનું સગપણ આપ ઉપર કરાર બનેએ કબુલ કરતાં ત્રણે રાજ કુમારે તે ઘોડીને ઠાણ આવતાં સુધી ત્યાં રોકાયા બીજકની પરિક્ષા મુજબ ઘોડીને પંચકલ્યાણ વછેરા ડાબી આંખે ફટલ આવ્યો. એથી શરત મુજબ સામતસિંહ ચાવડે પોતાની બહેન લીલાદેવી રાજને પરણાવી આપી. અને તેને પુત્ર જન તેનું નામ મુળરાજ પાડયું.
કચ્છમાં જામફલના મરણ પછી તેના કવરમાં અંદર અંદર કુસંપ થવાથી બહુજ અવ્યવસ્થા અને અશાન્તિથી પ્રજા અકળાઇ ગઇ હતી. રાજ્ય તરફથી પ્રજાને જરાપણ આશ્વાસન નહોતું પરંતુ અનેક પ્રકારના કર વેરા અને ચાર લુંટારાના ત્રાસથી પ્રજા અત્યંત પીડાતી હતી. એથી પ્રજાએ એકમત થઈ ગુજરાતમાંથી લાખા ફુલાણીને લાવી ગાદીએ બેસારવા નક્કી કર્યું. પણ કેઈએ કહ્યું કે જ્યારે લખે દેશવટે ગયો ત્યારે પ્રતિજ્ઞા કરી કહે ગયે છે કે
કેઇ મારી પાસે આવી જામ કલ તથા ઘેણરાણી મરી ગયાની તેમજ સીણાઈ તળાવને બંધ તુટી ગયાની વાત જાહેર કરશે. તેને હું જાનથી મારી નાખીશ. અત્યારે એ ત્રણે બાબત બની હતી તેથી તેને તેડવા જવાની કેઇએ હિમત કરી નહિ છેવટે સર્વ પ્રજાના અતિ આગ્રહથી લાખાની બાળસખી ડાહી (ડમની) ડમરીએ તેડવા જવાનું બીડું ઝીલ્યું, તે દાસીના નામ પ્રમાણેજ ગુણ હોવાથી તેણે અણહીલપુર પાટણ જઈ જોગણનો વેશ લઇ રાત્રિને વખતે લાખાની મેડી હેઠે બેસી જન્તર વગાડી દુહા બેલવા લાગી કે –
वळने लाखा मेराण, तो वण काछो करायो । सुरत गीन सुजाण, माडुएं प्यो मामलो ॥१॥ भट्ठी मथे धांण, फुलणना पसा वाडीए ॥
बेइ ताणा ताण, सजन सीणाय बंधजी ॥ २ ॥ ઉપરના દુહાઓ સાંભળતાં લખે ચમકી ઝરૂખેથી જોયું તે એક ગણને જતર વગાડતી જોઈ, તેને ઉપર બેલાવતાં દુહાઓ બેલવા કહ્યું તે દુહાઓ