________________
જામનગરનો ઇતિહાસ. (ચતુર્થ કળા)
ચતુર્થ કળા પ્રારંભ:
૪ જામલાખે પુલાણું --
- I તુ II + शाके सात सतोतरे, सुद सातम श्रावण मास ।।
सोनल लाखो जनमीयो, सुरज जोत प्रकाश ॥१॥ लाखा पुत्र समुद्रसा, फुलघरे अवतार ॥ पारेवां मोती चुगे, लाखारे दरबार. ॥ २॥ पालाणी हीरे जडी, सुरत पंचाणी ॥ * જેમ હૃલો વાસી, સારવો ફરાળt | ||
જામલા શાલીવાહન શક ૭૭૭ માં શ્રાવણ સુદ ૭ ના રોજ સોનલ રાણુથી જ હતો એ હકીકત ઉપર આવી ગઈ છે.
દેશવટે મલ્યા પછી લાખો ગુજરાતમાં (અણહીલવાડ પાટણમાં) પોતાના સાસરા સામતસિંહ ચાવડાને ત્યાં પિતાના ડાઘણું અનુચરે સાથે ગયે એ વખતે ગુજરાતમાં સામતસિંહના પ્રમાદથી અવ્યવસ્થા ચાલતાં બધે અંધાધુંધી ચાલતી હતી તેથી ત્યાં કાર્યદક્ષ રાજનિતિજ્ઞ પુરૂષની જરૂર હતી. કેમકે ચોર લુંટારા અને અન્ય શત્રુઓથી પ્રજા ત્રાસી રહી હતી. તેવા સમયમાં લાખો ત્યાં જતાં રાજા અને પ્રજાએ તેને વધાવી લીધો અને રાજ્યને તમામ કારભાર લાખાના હાથમાં સોંપે જામલાપાની અસાધારણ બુદ્ધિથી ગુજરાતમાં સુખશાંતિ સ્થપાઈ અને રાજા પ્રજા ઉભયનો માનીતો થતાં અદ્યાપિ પર્યન્ત લાખે ગુજરાતમાં પ્રસિદ્ધ છે.
એ વખતે કલ્યાણીના ભુવનાદીત્ય સેલંકી રાજાના ત્રણ કુંવર રાજસિંહ, બીજસિંહ, અને દંડકસિંહ સરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવની યાત્રા કરી પાછા ફરતાં અણહીલવાડ પાટણમાં સામતસીંહ ચાવડાના મેમાન થયા, તેણે તેની ઘણુજ બરદાસ કરી, તેમજ યુવરાજ કુમાર રાજસીંહ ચાવડાના મેમાન થયા. તેણે તેની ઘણુ જ બરદાસ કરી, તેમજ યુવરાજ કુમાર રાજસીંહની અગાધ બુદ્ધિ જોઈ પોતાની બેન લીલાવતીને તેની સાથે પરણાવી અને તેણુને પેટે પુત્ર જનમ્યો એ વખતે મુળ નક્ષત્ર હોવાથી તેનું નામ મુળરાજ પાડયું. રાજષિએ ભવિષ્ય ભાખેલ કે આ બાળક મામાના કુળનો નાશ કરશે.”