________________
જામનગરનો ઇતિહાસ. (તૃતીય કળા) જન્મની વધાઈ મળતાં તે પાછો કચ્છ આવ્યું. કેટલાક દિવસે વિત્યા પછી પટરાણું સોનલની ઈર્ષાથી કેટલીક રાણીઓએ જામફલના કાન ભંભેરી સેનલના સતિત્વપણુ માટે વહેમ પાડ્યો. ભેળા રાજાએ હેમમાં હેમાઈ જઈ સતી સોનલને સતીવાણુની ખાત્રી કરી આપવા જણાવ્યું, તેથી સતીએ પતિની શંકાનું નિવારણ કરવા ચંદન કાષ્ટની ચીતા રચાવી રાજકુટુંબ તથા નગરજનો સમક્ષ પાતાના યુવરાજ કુંવર લાખાને તેડી ચીતામાં પ્રવેશ કર્યો અને અગ્નિસ્નાન કરી પિતાની પવિત્રતા સિદ્ધ કરી બતાવી.
બોલાડીગઢના દરબારમાં સતી સોનલે અગ્નિસ્નાન કર્યું તેથી જામફુલે તે કિલ્લાને ત્યાગ કરી, મીયાણુમાં બીજે કિલ્લો બંધાવી કારભારી અણગેરેના નામથી તેનું અણગોરગઢ નામ પાડી ત્યાં ગાદી સ્થાપી. સતી સેનલ તથા કુંવર લાખા અને અન્ય રાજ્યકુટુંબની સાથે રહી ત્યાં રાજ્ય કરવા લાગ્યો.
જામફુલને છ કુંવર હતા, પરંતુ લાખો મહા તેજસ્વી ઉદાર, પ્રતાપી, તેમજ બુદ્ધિશાળી દેવના અવતાર જેવો દેદિપ્યમાન હતો. એવા સદ્ગુણેથી પ્રજા તેને ઘણું ચાહી જામ લાખ કહી બોલાવતી. આ પ્રજાપ્રિય કુમારની સાવકી (ઓરમાન) માતાઓને એથી ઇર્ષા વધી અને કોઇપણ ઉપાયે લાખાનું કાસળ કાઢવા યુક્તિઓ રચવા લાગી. એક સમય હુતાશનીના તહેવારમાં ધરણુ વાઘેલાએ પોતાની તથા બીજી રાણુની પુત્રવધુઓને બોલાવી કહ્યું કે “જામલા તમારે દેર થાય, માટે લાખાને રંગની પીચકારીઓ છાંટી હુતાશણુની ગોઠો “તેથી લાખો દાતણ કરતો હતો ત્યાં સહુ રાજવધુ આવી પછવાડેથી રંગની પીચકારીઓ છાંટી એરડામાં ચાલી ગયાં, લાખે તે જોયું ત્યારે ધરણુ વાઘેલાએ કહ્યું કે તેની હરકત નહિ, આજે હુતાશની છે માટે તમે પણ તમારી ભાભીને ઓરડામાં જઈ રંગ છટે, એમ કહી પોતે ઓરડામાં જઇ બીજુ ઓઢવાનું બદલી (ઓડી) વહુરૂઓને સંકેતથી ત્યાંથી રવાના કરી પોતે વાંસવાડી ઉભીરહી. તેવામાં લાખે આવી રંગની પીચકારી તેના ઉપર મારી કે તુરતજ માટે કોલાહલ મચાવી જનાનામાં રમખાણ કરી મેલી અને જામફલને બોલાવી ધરણ વાઘેલીએ કહ્યું કે “તમારે લાખો બહુજ ઉદ્ધત છે, હું તેની મા થાઉ છતાં મને આ પીચકારીથી રંગછાંટી મારી બેઅદબી કરી, એટલું જ નહિં પણ કેટલાક ન બોલાય તેવાં વચનો બોલી મરી મશ્કરી કરી અન્ય રાણીઓએ પણ એ પ્રપંચ જાળમાં સામેલ હેઈ સાક્ષી આપી? તેથી જામ કુલને તે હકીકત સત્ય જણાતાં તુરતજ લાખાને લાવી તેનો કાંઇપણ ખુલાસે સાંભળ્યા વગર દેશવટો આપે. લાખે પણ જાણ્યું કે આ બધો પ્રપંચ ધરણ વાઘેલી છે. તેથી તુરતજ કાળો પોશાક પહેરી કાળા ઘોડાપર સ્વાર થઈ કચ્છધરાને છેલ્લા સલામ કરી ચાલી નીકળ્યો અને કહેતો ગયો, જામફલ તથા ધણરાણ મરી ગયાની અને સીયાણ તળાવને બંધ તુટી ગયાની વાત કે આવી મને જાહેર કરશે તો તેને હું જાનથી મારી નાખીશ.