________________
૪૩
જામનગરને ઇતિહાસ. (તૃતીય કેળા) આવી પહોંચી ત્યાંના રાજા દુલારા (ધુલારા)ના કારભારી અજા અને અણગાર નામના વણકને ઘેર એક જુદી ઓરડીમાં રહી તેના ઘરનું કામકાજ કરવા લાગી. રાજકુંવર ફુલ મોટે થતાં તે કારભારીના તથા આસપાસના વાછડાંઓ ભેળાં કરી વાછડવેલ ચારવા લાગ્યાતેમાં એક લુહારનું પણ વાછરું હતું તેથી તે લુહાર, પાસેથી ચામણું નહિ લેતાં તેના બદલામાં એક “સાંગ દંડાવી અને તે સાંગ લઈ હંમેશાં જંગલમાં જઈ નિશાનબાજી કરવા લાગ્યો, તેમ કરતાં જ્યારે તે ઉંમર લાયક થયો ત્યારે તે બહુજ નિશાનબાજ કુશળ લડવે બને.
બામણસરની સીમમાં એક વિકાળ વાઘ ઘણું જ નુકસાન કરતો હતો, તેથી તેને મારવા માટે એક દિવસ રાજા દુલારો મેટું લશ્કર લઈ ચડ્યો. એ તમા જોવા કુલ પણ સાથે ગયે, રાજાની સ્વારીના માણસેએ વાઘને ઘેરી હાંકે કરી છે છેડતા વાઘે રાજાના હાથી ઉપર તરાપ મારી કે તુરતજ તમામ માણસે ભયને લીધે રાજાને જોખમમાં મેલી ભાગ્યા, એ તકનો લાભ લઈ કુંવરફુલે વાઘમાથે સાંગનો ઘા કરતાં તે આરપાર નીકળી ગઈ, એ જોઇ એની બહાદુરીથી રાજા દુલારે ખુશી થયો. અને તેની હકીકત પુછતાં દાસી ફરકે જઈ કહ્યું કે “કચ્છના સમારાજા જામ સાડનો કંવર છે શત્રુઓએ સાડને મારી નાખતા કુંવરને લઇ હું અહીં નાશી આવેલછું. અને આપના કારભારીને ત્યાં રહી તેનું કામ કાજ કરી કુંવરનું ભરણપોષણ કરૂં છું.
રાજા દુલારે એ વાત સાંભળી ઘણેજ ખુશી થયો એટલું જ નહિ પરંતુ પિતાનો જાન બચાવનાર વીરને ઉપકાર માનવા પિતાની કુંવારી કુંવરફુલને પરણાવી.
એક દિવસ દાસી ફરાકે કહ્યું કે “હે ફુલ જ્યાં સુધી તેં તારા પિતાના શત્રુને માર્યો નથી, ત્યાં સુધી તારી બહાદુરી શું કામની?તેથી ફેલે યોગ્ય તક લઈ રાજા દુલારાને સઘળી વાત કરી એક મોટું લશ્કર લઈ તેના કારભારી અજા તથા અણગારને સાથે લઇ પિતાનુ વૈર વાળવા કચ્છમાં આવી હલાઈ ડુંગરપર એક કિલો ચણાવ્યો અને તેનું નામ દુલારાના કારભારીની બહેન બોલાડી ના નામ ઉપરથી ઓલાડીગઢ પાડયું તેમજ સ્વામિભક્ત જીવતદાન દેનાર માતા તુલ્ય દાસી ફરાક ઉફે જીકનું નામ કાયમ રાખવા એક ગામ વસાવી તેનું નામ જીકણું પાડયું.
કુંવર ફુલે બેલાડી ગઢથી ધરણ વઘેલાને ગેડીએ ખબર મેકલ્યા કે “હું જામ સાડનો પુત્ર કુલ ઈશ્વર કૃપાએ જીવતે છું અને મારા પિતાના વરનો બદલો વાળવા આવેલછું માટે લડવા અથવા શરણે થવા તૈયાર થાવ કુલને મારી નાખવામાં સ્વારે (મારાઓની) ભુલ થયેલી જાણું ધરણ વઘેલો પસ્તાયે પણ આ વખતે તેને મહાન રાજા દુલારાની મદદ જાણું કેઇરીતે જીતી શકાય તેમ નહિ હોવાથી વિષ્ટી ચલાવી પોતાની પુત્રી ધરણ વાધેલી ફુલને પરણાવી સમા રાજ્ય પાછું સે યું.