________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમ ખંડ) બીજીવાર કંથામાંથી દોરે ખેંચતા તે કિલ્લે પણ જમીનદોસ્ત થયે, આમ પાંચ વખત મોડે કિલ્લે ચણા અને પાંચ વખત કંથડનાથે પાડ્યો, તેથી મેડે કંટાળી જઈ કિલ્લે બાંધ બંધ કર્યો, ત્યારપછી મોડ વિ. સ. ૯પ૪માં સ્વર્ગ ગયો.
૨ જામસાડ.
પિતાને મરથ પાર પાડવા માટે જામસાડે કંથડનાથના ચેલા ભસ્મનાથની મિત્રી લીધી, અને સાથે જઈ કંથડનાથની ક્ષમા યાચી તેને રાજી કરી ફરી કિલ્લો બાંધવાની આજ્ઞા મેળવી કિલ્લો પુરો કરી તે કિલ્લાનું નામ તે યોગીના નામ ઉપરથી કથકેટ પાડી ત્યાંજ રાજ્યગાદી સ્થાપી. આ મજબુત કિલ્લો બાંધી જામ સાડ સમા-સત્તા વધારે છે તેથી તેના સાળા ધરણુ વાઘેલાને ઇર્ષા થઈ અને તેનો ઘાટ ઘડવા નિશ્ચય કરી એક દિવસ મીજમાનીને બાને જામસાડને પિતાને ત્યાં નોતરી દગાથી મારી નાખી તેનું રાજ્ય કબજે કર્યું. પોતાની બેન ને પેટે જન્મેલ જામસાડનો કુંવર ફુલ નામનો માસ છનો હતે. તે જે જીવતો રહેશે તો ભવિષ્યમાં રાજ્ય લેવા તજવીજ કરશે માટે તેને પણ મારી નાખવાનું ધારી દેટલાક સ્વાર લઇ ધરણ વાઘેલ કંથકોટ તરફ રવાના થયે.
જામ સાડના મરણના ખબર તેની સ્ત્રીને થતાં તેને પણ દહેસત લાગી કે કદાચ કુંવર ફુલને પણ મારશે તેથી સમયસૂચક વાઘેલીએ “ફારક” નામની દાસીને કુલકવર સોંપી કોઇ નિર્ભય સ્થળે લઈ જવા કહ્યું. આ વફાદાર રાજ્ય ભક્ત દાસીને પણ છ માસને પોતાનો છોકરો હતો તેને સાથે લઈ બન્ને બાળકને મોટા સુંડલામાં સુવાડી સિંધ તરફ ચાલવા માંડી.
ધરણે કુલની તપાસ કરાવતાં “ફારક” નામની દાસી તે બાળ કુંવરને લઈ સિંધ તરફ નાસી ગઈ છે, તેવા ખબર મળતાં પાછળથી તાબડતોબ સ્વાર સાથે મારાઓને મોકલ્યા. દાસી રણમાં ભાગતાં ભાગતાં પાછવાળ કરતી જતી હતી તેથી તેને ઘુડની ડમરી પોતા પાછળ ઘણે દૂર ભાળી, ચાલાક દાસીએ ચેતી જઈ પિતા પાછળ વાર આવે છે તેમ જાણું રાજકુંવરનો બચાવ કરવા યુક્તિ શેધવા લાગી. બુદ્ધિશાળી દાસીએ પોતાના પુત્રના લુગડાં રાજકુંવરને પહેરાવ્યાં ને રાજકુંવરનાં લુગડાં પોતાના પુત્રને પહેરાવી ચાલવા લાગી, થોડે દૂરજતાં સ્વારે આવી પહોંચ્યા. સણગારેલ દાસીપુત્રને રાજપુત્ર ધારી ફરાક પાસેથી લઇ લીધે અને વીજળીના એક ઝબકારા વારમાં તેનું માથું ઉડાવી તેઓ પાછા ગેડી તરફ ચાલતા થયા, ત્યાં જઈ કુંવરને મારી નાખ્યાના ખબર ધરણ વાઘેલાને આપ્યા એથી તે કચ્છનું નિષ્કટક રાજ્ય ચલાવવા લાગ્યો. આ સમધમી દાસી પિતાના એકના એક પુત્રનું બલીદાન આપી લાખુના પાલણહાર જામકુલને બચાવી ચાલતાં ચાલતાં બાંભણસર (બજાણાસર-સિંધ) માં