________________
૪૦
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) તૃતીય કળા પ્રારંભ:
૧ જામામડ. કચ્છમાં પાટગઢની ગાદીએ જામ મેડ બેઠો ત્યારે કચ્છના પાવર પરગણુમાં સેલંકીએ રાજ્ય કરતા હતા. ૧ વેરે ૨ વેર ૩ વરસીહ ૪ કયિો ૫ કરૂપાલ ૬ રાણે અને ૭ રાજપાલ એ સાત ભાઈ “સાત સાંધ” ને નામે ઓળખાતા તેમની રાજધાની ગુંતલી ગામમાં હતી અને કચ્છમાં સહુથી બળવાન સત્તા ' અને મોટી રાજ્યગાદી તેમની હતી, તેમજ વાઘમચાવડે તેનો ખંડીયે રાજા હેવાથી તેણે મનાઇને કહી મોકલ્યું કે “વાઘમ અમારે ખંડીયે રાજ હતું, માટે તમે પણ તાબે થાઓ. અથવા તો લડાઈ કરે? એ ખબર આવતાં મોડે વિચાર કર્યો કે રાજ્યના પાયા સ્થિર નથી, વળી સિંધનું વૈર છે માટે હાલ તાબે થવું ઠીક છે, એમ ધારી વૃષ્ટિ કરાવી કે “વાઘમચાવડે ખંડણીમાં દિવસ ઉગે નવ ગાડાં ઘાસ ગુતળીએ પહોંચાડત, આજથી અમે અઢાર ગાડાં ઘાસ દિવસ ઉગ્યે મુંતળીએ પહોંચાડશું? તેમ કહી નાનાભઈ મનાઇને એળમાં આપી સાત સાંધ સાથે સંધી કરી.
મનાઇ ગુંતળીમાં ગયે, પણ ત્યાં તે શાન્ત બેઠે નહિં તેણે સર્વત્ર ફરી લોક્વાયકા અને પ્રજાલાગણું જાણું લીધી. તેમજ અંદરના કુટુંબકલેશથી પણ વાકેફ થયા, અને તેથી નબળી પડેલી સેલંકી સત્તાનો અંત આણવા જના છ મેડને પાટનગર કાગળ લખે કે
છે રોહો | लखी मुंकइ मोडके, गडे बगतरीया पाय ॥
हीत पण हेडी आप, जेडी वाघम कुंडते ॥१॥ મેડને લખ્યું કે ઘાસના ગાડાં દરરોજ અઢાર અહીં આવે છે તેમાં બખતરીયા મોકલ, કાળીકાના કુંડ ઉપર જેવું વાઘમ ચાવડા વાસ્તે હતું તેવું જ અહીં છે. મોડે એ વખતે ૧ એક ગાડામાં ૬ છ બખતરીયા સુવાડી માથે ઘાસના ભર ભરાવી અઢાર ગાડાં ગુંતલી ગામે મેલ્યાં. તે ગાડાંઓ ગુંતલીના ગઢ આગળ પહોંચતા ગડગડાતનો અવાજ સાંભળી ચાડ નામના અંધ દરવાણીએ પોતાના જેડીયા ગુજર નામના રજપુતને કહ્યું કે –
|| સોદા | च ए चाड दरवान, अज न गडे घा ॥ कांतो मुंग सुफरेल, कांतो आलोमा ॥ १ ।