________________
| શબ્દાર્થ – સ્વત: gવ - પોતાની મેળે જ, સ્વાભાવિક-સાહજિક રીતે જ, વત્ – કારણ કે, પરછમાપનો પ્રવM - પાશ્રમ એટલે પારકાનું, બીજાનું દુઃખ, ક્લેશ, તકલીફ, કપનો એટલે દૂર કરવું, હાંકી કાઢવું, પ્રવUા એટલે તત્પર, તૈયાર, સજજ, Inclined. આ આખો શબ્દ, રિશ્રમનો પ્રવvi એ એક અવ્યયીભાવ' સમાસ છે, એટલે “પારકાંના દુઃખને દૂર કરવા તત્પર હોય એવી રીતે' (પોતાનાં ચિત્તને તેઓ પ્રેરે છે), - એ રીતે આખા શબ્દનો અર્થ સમજવાનો રહે. પુષ: સુધાંશુ - રાત્રે આકાશમાં આંખ સામે જ દેખાતો) આ ચંદ્ર. ચંદ્રને સુધાંશુ એટલા માટે કહ્યો છે કે તેનાં કિરણો અમૃત (સુધા) જેવાં શીતળ હોય છે. આ ચંદ્ર શું કરે છે? ક્ષિતિં સ્વયં અતિ ધરતીને, પૃથ્વીને પોતાની મેળે જ શાંતિશીતળતા-ઠંડક-સંરક્ષણ આપે છે. કેવી ધરતી ? – શ-પ્રમ-ગમતાં - સર્વ એટલે સૂર્ય, એના, વશ એટલે આકરા-અણગમતા-અકળાવતા-પ્રખર તાપતડકા (મા) વડે, અત્યંત, ખૂબ તપી ગયેલી, સંતપ્ત થઈ ગયેલી (fમતમાં) એવી. વિન, ખરેખર, સાચે જ, ક્ષતિ એટલે ધરતી, પૃથ્વી, ધરા, ભૂમિ, ગવતિ રક્ષણ આપે છે, એટલે ધરતીને સૂર્યના તાપમાંથી બચાવીને એને નિરાંતની શાતા આપે છે. (૪૦)
અનુવાદ – મહાત્માઓનો (તો) આ સ્વભાવ (જ) હોય છે કે તેઓ પોતાની મેળે જ, બીજાંનાં દુઃખ દૂર થઈ જાય એ રીતે, પોતાનાં ચિત્તને પ્રવૃત્ત કરે છે : આ ચંદ્ર, સૂર્યના આકરા તડકાથી ખૂબ તપી ગયેલી ધરતીને, પોતાની મેળે જ (ઠંડક આપીને, તાપમાંથી), રક્ષણ આપે છે. (૪૦)
ટિપ્પણ – સાચા સંતો-મહંતોનાં વિશિષ્ટ લક્ષણની વાત આ શ્લોકમાં ચાલુ રહી છે. આ ભવસાગરમાં ગળકાં ખાતાં શરણાગત મુમુક્ષુઓને સંતો તારે છે તારતિ, એવું સાંભળીને કોઈને નવાઈ લાગે કે આ લોકો આમ શા માટે કરતા હશે ? – એનો આ શ્લોકમાં જવાબ છે કે “ભાઈ, મહાત્માઓનો તો સ્વભાવ જ આવો હોય છે, એમને આવું કરવાનું કોઈએ કહેવું પડતું નથી.' બીજાનું દુઃખ તેમનાથી જોયું જ ન જાય. બીજાને દુઃખી જુએ, એટલે તેઓ પોતે જ દુઃખી થઈ જાય ! પેલાં દુઃખિયારા તેમની પાસે આવીને મદદ માટે કરગરે, એવી પરિસ્થિતિ જ એમને તો ન ગમે. એ જ ક્ષણે, પેલાંનાં દુઃખો દૂર થઈ જાય ત્યારે જ એમને શાંતિ થાય, જીવ હેઠો બેસે. એમનો આવો સ્વભાવ “અજોડ એટલા માટે માનવાનો રહે કે આવી શુભ પ્રવૃત્તિ તેઓ સ્વયંપ્રેરણાથી કરતા હોય છે !
આખા દિવસ દરમિયાન, અને ખાસ તો ઉનાળાના વૈશાખ-જેઠ મહિનામાં, સૂર્યનાં પ્રખર તડકાથી ધરતી બિચારી ખૂબ તપીને ત્રાસી ગઈ હોય છે, પણ એને ત્રાદિ માં, ત્રાહિં મામ્ ! એવું કહેવાની જરૂર રહેતી જ નથી. રાત પડે કે તરત જ, અમૃત જેવાં શીતળ કિરણો ધરાવતો ચંદ્ર, સામેથી, એની મેળે, દોડતો, પહોંચી જાય છે અને એનો સ્પર્શ થતાં જ, ધરતીનું હૈયું બોલી રહે છે : “હાશ, હવે નિરાંત થઈ ગઈ !
- વિવેકચૂડામણિ / ૧૦૩