________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩
દ
ગુણ દ્વારા આયાતની અનેકતાની પ્રતિપત્તિના કા૨ણભૂત ગુણ પર્યાય છે. તે પણ દ્વિવિધ છેઃ (૧) સ્વભાવપર્યાય અને (૨) વિભાવપર્યાય.”
આહા...હા...! ગુણો દ્વારા આયતની અનેકતાની પ્રતિપત્તિના કારણરૂપ ગુણપર્યાય શું કહે છે? (કેઃ) આત્માની જ્ઞાન, દર્શનાદિ ગુણ (ની પર્યાય ), પુદ્દગલના સ્પર્શ, રસ, ગંધાદિ ગુણ (દ્વારા ) આયત એટલે લંબાઈ ( અપેક્ષા ) પર્યાય, એકપછી એક જે પર્યાય થાય છે તે અનેકતાની પ્રતિપત્તિ છે એટલે સ્વીકાર (જ્ઞાન, પ્રાપ્તિ ) એને કારણભૂત ગુણપર્યાય (છે). દ્રવ્યપર્યાય, સમાનજાતીય અસમાનજાતીય બે પ્રકાર કહ્યા. હવે ગુણપર્યાય, પોતાના ગુણ દ્વારા આયત નામ પર્યાય – એ અનેક પર્યાયની પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય કહેવામાં આવે છે. આત્મામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, આદિ ક્રમસર જે જ્ઞાન થાય છે એ આયત નામ લંબાઈ અને તે અનેક થયું તો અનેકતાની પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય કહેવામાં આવે છે. આહા...હા ! આવી વાત છે ! દ્રવ્યપર્યાયના બે પ્રકાર કહ્યા. ગુણપર્યાયના બે પ્રકાર (છે) ‘ગુણ દ્વારા આયત ’– આયત એટલે લંબાઇ ‘અનેકતાની પ્રતિપત્તિ ’ છે? (પ્રતિપત્તિ) પ્રાપ્તિ, સ્વીકાર ‘કા૨ણભૂત ગુણપર્યાય છે.’ એ ગુણપર્યાય કહેવામાં આવે છે. આવી વાત છે. દ્રવ્યપર્યાયના બે પ્રકાર કીધા. હવે ગુણપર્યાયના બે પ્રકાર ( કહે છે) · તે પણ દ્વિવિધ છે’ એ ગુણ ( પર્યાય) બે પ્રકારે છે. ગુણપર્યાયના પણ બે પ્રકાર છે. એક સ્વભાવપર્યાય અને એક વિભાવપર્યાય.' તેમાં, સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય પ્રગટતી ષસ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવપર્યાય; '
આહા... હા...! દરેક દ્રવ્યમાં અગુરુલઘુને કારણે પદ્ગુણ હાનિવૃદ્ધિ અનાદિ– અનંત પર્યાયમાં હોય છે. તેને સ્વભાવગુણપર્યાય કહેવામાં આવે છે. એમાં વિભાવ નહીં, વિકાર નહીં. સમજાણું કાંઈ...? ગુણપર્યાયના બે પ્રકાર (કહ્યા ). અગુરુલઘુ (ગુણ ) ની ષગુણ હાનિવૃદ્ધિ (રૂપ) થતી પર્યાય હોય છે. એને સ્વભાવગુણર્ષાય કહેવામાં આવે છે, એ સ્વભાવપર્યાય છે. અગુરુલઘુગુણના કારણે જે અનંત ગુણની ષગુણાનિવૃદ્ધિરૂપ દશા થાય છે એને સ્વભાવગુણપર્યાય કહેવામાં આવે છે. આ... રે...! બીજી જાત. આખી વાત છે! અને “રૂપાદિકને કે જ્ઞાનાદિકને સ્વ-૫૨ના કા૨ણે પ્રવર્તતી ” જુઓ....! આમાં ઈ જ લીધું ભાઈ...! ઓલા વસ્ત્રમાં નાખશે. પણ આ શરીરમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. એ રૂપાદિક (છે). અને આત્મામાં જ્ઞાનાદિ છે. - (એ જ્ઞાનાદિક છે.) એનું સ્વ-પરના કા૨ણે પ્રવર્તના. આત્મા (માં) રાગ છે કારણ પોતાનું છે અને નિમિત્ત કર્મ છે. તો સ્વ-૫૨ને કારણે પ્રવર્તમાન “પૂર્વોત્તર અવસ્થામાં ” પહેલા પછીની દશાને હોવાવાળી “જે તારતમ્ય તેને લીધે જોવામાં આવતા ”તારતમ્યતા એટલે હીનાધિકતાના કારણ જોવામાં આવવાવાળા “સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ તે વિભાવપર્યાય. સ્વભાવવિશેષરૂપ અનેકત્વની આપત્તિરૂપ વિભાવપર્યાય છે. કેટલુંક આમાં યાદ રહે...! ફરીને, રૂ૫ રસ, ગંધ, સ્પર્શ- પરમાણુના રંગ, ગંધ, રસ, સ્પર્શ- એની જ્યારે હીનાધિકપણે થાય છે એ વિભાવપર્યાય
૧. સ્વ તે ઉપાદાન અને ૫૨ તે નિમિત્ત
૨. પૂર્વોત્તર = પહેલાંની અને પછીની.
૩. આપત્તિ
આવી પડવું તે.
=
Please inform us of any errors on rajesh@Atma Dharma.com