________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૩૨ (નગ્નપણું) અનાદિથી છે. એ મારગ કંઈ નવો નથી. શ્વેતાંબર પંથ જે છે એ તો દિગંબરમાંથી જે મિથ્યાદષ્ટિ (થયા હતા, તે જુદા પડયા. અને પછી સ્થાનકવાસી મૂર્તિને ઉથાપીને મિથ્યાદીષ્ટ થઈને જુદા પડ્યા છે. આ દિગંબર ધર્મ છે એ નવો નથી. અનાદિનો છે. સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે. એણે એવું લખ્યું છે કે નગ્નપણે કુંદકુંદાચાર્ય સ્થાપ્યું છે. જૂઠી વાત છે. અનાદિ મુનિ અપરિગ્રહી હોય છે. વનો ટુકડો પણ મુનિને હોતો નથી. અને વસ્ત્રનો ટુકડો રાખીને મુનિપણું માને, મનાવે (અનુમોદન કરે) એ નિગોદમાં જશે. અહા... હા! હા! વાત તો એવી છે ભગવાન! “અષ્ટપાહુડ” માં એક
સૂત્રપાહુડ” છે. તેમાં કહ્યું છે કે એક પણ વસ્ત્રનો ટુકડો રાખીને મુનિ છે, સાધુ છે - મુનિ (પણું ) મનાવે છે નિગોદમાં જશે ! તો એ (નાટા) કહે છે કે કુંદકુંદાચાર્ય આગ્રહથી સ્થાપન કર્યું છે. કારણ કે (“સૂત્રપાહુડ') માં પાઠ છે ને...! કે વસ્ત્રસહિત તીર્થકર હો તો પણ મુનિપણું હોતું નથી. એવો પાઠ છે અષ્ટપાહુડ” માં તીર્થકર છે પણ વસ્ત્રસહિત છે તો મુનિપણું હોતું નથી. અંતરમાં આનંદનો નાથ જાગી સ્વસંવેદન વિશેષ થયું ત્યારે વસ્ત્ર છૂટી જાય છે! વસ્ત્ર રહે છે ને મુનિપણું હોય છે ત્રણ કાળમાં નહીં, આહા.... હા! ઝીણી વાત છે ભાઈ !
(અહીંયાં કહે છે) વસ્ત્ર જે છે તે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. અને આ વસ્ત્ર અને આત્માની સાથે જોડાણ વ્યવહારથી છે તો તેને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. ભાષા તો સાદી છે પ્રભુ ! (ભાષાનું ભાવભાસન કઠણ છે જરી.)
આહાહા...! માર્ગ તો પ્રભુએ તો. દિંગબર સંતોએ તો. કેવળજ્ઞાનના કેડાયતોએ. કેવળજ્ઞાન ખડું કરી દીધું છે! એમાં ક્યાંય સંદેહને સ્થાન નથી. સમજણ કરવી બહુ કઠણ (છે) ભાઈ ! વર્તમાનમાં તો બહુ ગરબડ ચાલી છે. આ વ્રત કરો ને. ત૫ કરો ને ઉપવાસ કરો ને ગજરથ કાઢો ને. . અરે! એ તો જડની પર્યાય છે. એ પર્યાય તો સમાનજાતીય પરમાણુઓથી ઉત્પન્ન થાય છે, તારાથી નહીં, હા ! તારામાં તો માત્ર (તે પ્રત્યેનો) રાગ થાય છે. એ રાગ તારા દ્રવ્ય - ગુણથી (ઉત્પન્ન થયો છે. રથ કાઢવાનાં ને વગેરેથી કંઈ રાગ ઉત્પન્ન થયો છે એમ નથી. ભગવાનના દર્શન કરવાથી જે અંદર (આત્મામાં) રાગ થયો તે ભગવાનના દર્શનથી નથી થયો. તેના (ભગવાનના) દ્રવ્ય-પર્યાય ભિન્ન છે અને આના દ્રવ્ય-પર્યાય તેનાથી ભિન્ન છે. રાગ તો તેનાથી થયો નથી પણ રાગ તો પોતાના દ્રવ્ય-ગુણના આશ્રયથી પોતાથી પોતાનામાં ઉત્પન્ન થયો છે. ભગવાનને જોઈને (રાગ ) થયો છે એવું છે નહીં. અરે. રે! આવી વાતું હવે! મારગ બાપા, પ્રભુનો ! (અલૌકિક છે). તું પ્રભુ છે. આહા ! એ ગાયનમાં ન આવ્યું...! “પ્રભુ! મેરે તુમ સબ બાતે પૂરા. “પરકી આશ કહા કરે પ્રીતમ? તુમ કહાઁ હો અધૂરા”. “તુમ કઇ બાતે અધૂરા' – પ્રભુ! તું તો પૂર્ણાનંદ નાથ છોને અંદર! અરેરે..! શું થાય ભાઈ ! પછી (લોકો ) કહે કે સોનગઢનું આમ (એકાંત) છે એમ નથી બાપુ! આ તો ભગવાનની કહેલી વાત છે બાપુ ! સોનગઢની આંહી વાત નથી ! સમજાયું?
(કહે છે કેઃ) અસમાનજાતીય – દષ્ટાંત આપશે વસ્ત્રનો- “જેવા કે જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય વગેરે.” દેવ – મનુષ્યને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. એ દ્રવ્યપર્યાયનાં બે પ્રકાર આવ્યા. હવે ગુણની પર્યાયના બે પ્રકાર (કહે છે).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com