________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૩
પ્રવચનસાર પ્રવચનો ૩૧ રાગ જે વિકાર છે માટે તેની દૃષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. અહીંયાં રાગ થાય છે તે પોતાના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે એમ સિદ્ધ કરવું છે. પ્રભુ..! પરથી નહીં, કર્મથી નહીં, સમજાણું? ધીમે-ધીમે તો કહીએ પ્રભુ! અહીંયા તો રાગ તો શું મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે એ પણ પોતાના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે.! આહા...હા....! પરથી નહીં, કર્મથી નહીં, શરીરથી નહીં, સ્ત્રી-કુટુંબ પરિવારથી મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે એમ નથી. મિથ્યા શ્રદ્ધા (એટલે) પુણ્યને ધર્મ માનવો, અને રાગ ને કષાય મંદ પડે તો મને ધર્મ થાય આવો મિથ્યાત્વભાવ (મિથ્યા અભિપ્રાય) એની ઉત્પત્તિ તે પોતાના દ્રવ્ય – ગુણના કારણથી થાય છે. આહા...હા..હા..!! સમજાય એટલું સમજવું...! પ્રભુ...! આ તો વીતરાગનો મારગ પ્રભુ...! ત્રણ લોકના નાથ (ની વીતરાગી વાણી છે!) અત્યારે તો આ કરો..... આ કરો... – તપ કરો, વ્રત કરો, ઉપવાસ કરો એમાં કરતાં કરતાં બુદ્ધિમાં બધું ચાલ્યું જાય છે મિથ્યાત્વમાં... (અર.ર..ર..!)
અહીંયા તો પરમાત્મા એમ કહે છે કેઃ પર્યાય કોને કહીએ...? કે પર્યાય, (પોતાના) દ્રવ્યગુણથી ઉત્પન્ન થાય એ પર્યાય (છે) એ પર્યાયના બે પ્રકાર છે, (૧) દ્રવ્યપર્યાય અને (૨) ગુણપર્યાય. દ્રવ્યપર્યાયના ભેદ કેટલા...? તેના બે ભેદ છે. સમાનજાતીય દ્રવ્યપર્યાય અને અસમાનજાતીય દ્રવ્યપર્યાય.
આહા... હા...! સમાનજાતીયપર્યાય (એટલે કે ) બે પરમાણુથી માંડી અનંત પરમાણુ એકસાથે (સ્કંધરૂપે) દેખાય તેને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. અને આ શરીર ને આત્મા (દવ, મનુષ્યાદિમાં) એક સાથે દેખાય છે પણ છે ભિન્ન (માત્ર સાથે દેખાય છે) એ અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. એ શરીરની પર્યાય એ સમાન જાતીય દ્રવ્યપર્યાય છે. (શ્રોતા.) જીવમાં (મનુષ્યાદિમાં) શી રીતે છે? (ઉત્તર) પણ જ્યાં સુધી શરીર સાથે જીવ છે. એટલે સાથે ગણવામાં આવેલ છે કે આ પર્યાય, જડ ને ચેતનની ગણીને એને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. (શ્રોતા:) પુદ્ગલની (શરીરની) સમાન જાતીય છે છતાં...! (ઉત્ત૨:) એમ છે કે શરીરની આ જે પર્યાય છે તે તો સમાનજાતીય દ્રવ્યપર્યાય છે હો, અને એક આત્મા અને બીજો આત્મા તો એક થતા નથી. પરમાણુ એક સાથે મળેલા હોય છે. પરમાણુમાં બેથી માંડીને અનંત એકઠા થયા. એક થતા નથી. એક સાથે દેખાયા એને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. એ સમાનજાતીય દ્રવ્યપર્યાય આ શરીરની – જડની છે હો...! આ વાણીની, આ જીભની એ સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. અને આત્મા તેનાથી ભિન્ન છે. તો આત્માની પર્યાય જે રાગાદિ થાય છે સમ્યગ્દર્શન થાય છે તે પોતાના દ્રવ્ય-ગુણથી એ પર્યાય થાય છે. પણ આત્મા અને શરીર બેય એકસાથ ગણવામાં આવ્યા તો એ લૌકિક એકસાથે ગણવામાં આવ્યા (એકક્ષેત્રાવગાહુ) છે તો તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. આહા. હા...! સમજાણું કાંઈ...? આ તો પ્રવચનસાર..! કુંદકુંદમહારાજનું કહેલું છે. એવું (વસ્તુસ્વરૂપ) ક્યાંય નથી...!
ઓલો છે ને ભાઈ શ્વેતાંબરનો... નાહટા- શ્વેતાંબર છે ત્યાં કાશીમાં મળ્યો હતો. એ એવું કહે છે કે નગ્નપણે કુંદકુંદાચાર્યે આગ્રહ કરીને (મુનિમાં દાખલ) કર્યું. એ જૂઠી વાત છે. નગ્નપણે મુનિને તો અનાદિથી છે, વસ્ત્રસહિત મુનિપણું તો એ મુનિપણું છે જ નહીં. સમજાણું? એણે એ લખ્યું છે. છાપું છે ને...(તેમાં છાપ્યું છે). એમ કે કુંદકુંદાચાર્ય નગ્નપણાનો આગ્રહ કરીને નગ્નપણું (મુનિઓમાં) સ્થાપ્યું. જૂઠી વાત છે. એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com