________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૨૯ (અહીંયાં) તો કહે છે કે: દ્રવ્ય (કોને કહ્યું) તો પોતાના ગુણ ને ત્રિકાળી પર્યાયના પિંડને દ્રવ્ય કહ્યું. ગુણ (કોને કહ્યા) એ વિસ્તારસામાન્ય સમુદાયને ગુણ કહ્યા. (પર્યાય કોને કહી) કે જે દ્રવ્ય અને ગુણ કહ્યા એ બન્નેથી ઉત્પન્ન થઈ તે પર્યાય કહી. એ પર્યાયના બે પ્રકાર છે. (૧) સમાન જાતીય દ્રવ્યપર્યાય અને (૨) અસમાનજાતીય દ્રવ્યપર્યાય. અને ગુણપર્યાય બે પ્રકારે છે. (૧) સ્વભાવપર્યાય અને (૨) વિભાવપર્યાય (છે). આહા..હા..! (પાઠમાં) છે...? જેવી રીતે અને પુદ્ગલસ્વરૂપપુદ્ગલાત્મક. છે ને...! આ સમાનજાતીય દ્રવ્યપર્યાય (કહેવાય છે ). જડની પર્યાય પરમાણુ-પરમાણુ એક જાતના છે... ને...! (તેથી) જડની સમાનજાતીય દ્રવ્યપર્યાય (છે). આ હોઠની, હાથની, શરીરની - એ બધી જડની અનેક પરમાણુની એકરૂપ (પર્યાય) છે તે એકરૂપ જાણવામાં આવે છે (તેથી) એ પુદ્ગલની – અનેક પુલાત્મક સમાન જાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આવી વાતું છે...! (સર્વજ્ઞભગવાનની) હવે અસમાનજાતીય દ્રવ્યપર્યાય (કોને કહે છે કે.) જીવ પુદ્ગલાત્મક (દેવ, મનુષ્ય વગેરે). હવે જીવ અને પુદ્ગલ – શરીર એ બન્ને એક જગ્યાએ રહે છે તેને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે. પરમાણુ-પરમાણુ સાથે રહે તે સમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે અને જીવને શરીર એક સાથે રહે છે તેને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે. વીતરાગ...! ત્રણ લોકના નાથ....! એ સર્વજ્ઞ સિવાય ક્યાંય બીજે કોઈ મતમાં આ વાત છે જ નહીં. સર્વજ્ઞ પરમેશ્વર..! જિનેશ્વર દેવ..! એણે જે ત્રણલોક, ત્રણકાળ જોયાં તેની આ અહીંયાં વ્યાખ્યા છે. કુંદકુંદાચાર્ય મહારાજ..! દિગંબર સંત, ભગવાન (સીમંધરનાથ ) પાસે (વિદેહમાં) ગયા હતા. આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી (ભગવાનની વાણી) સાંભળીને આ શાસ્ત્રો બનાવ્યાં. તેમના પછી એક હજાર વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય થયા તેમની આ ટીકા છે. મૂળ શ્લોક તે કુંદકુંદાચાર્યદવના છે. અને ટીકા અમૃતચંદ્રાચાર્ય દેવની છે. આહા. હા.! આવી ઝીણી વાય છે, બાપુ! ધીમેથી, ધીમેથી સમજવું.
(અહીંયાં શું કહે છે) કેઃ સમાનજાતીય દ્રવ્યપર્યાય કોને કહીએ...? કે અનેક પરમાણુ એક સાથે રહે છે. એક થતા નથી. આ હોઠ, શરીર, આંગળીઓ – એને જડની સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આ પર્યાય આત્માથી ઉત્પન્ન થઈ છે એમ નથી. આ (શરીરાદિની) પર્યાય અનંત (પુદ્ગલ) પિંડરૂપ છે. તે પરમાણુના દ્રવ્ય-ગુણથી પર્યાય ઉત્પન્ન થઈ છે. અને એક સાથે ઘણા પરમાણુનો સ્કંધ ગણવામાં આવે છે તો સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. હવે અસમાનજાતીય દ્રવ્યપર્યાય (કોને કહીએ).? કે જીવ ને પુદ્ગલ સ્વરૂપ- દેવ, મનુષ્ય ઇત્યાદિ. આ મનુષ્ય કહેવામાં આવે છે તેમાં જીવ છે અંદર અને શરીર (છે) તે જડ છે. બન્ને એક સાથે જોવામાં આવ્યા તો તેને અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહે છે. આવી વાતું (ભગવાનની) છે! આ દ્રવ્ય-ગુણ-પર્યાયની વ્યાખ્યા છે. પરમાત્માના પેલા ઘરની...! ઝીણી (બ)! જે પરમાત્માએ અનંત આત્માઓ અને અનંત પરમાણુ (કેવળજ્ઞાનમાં) જોયાં. એમાં એનું દ્રવ્ય શું, ગુણ શું, અને પર્યાય શું..? (તેની વસ્તુસ્થિતિ વર્ણવે છે ). દ્રવ્ય - ગુણની વાત તો થઈ ગઈ (છે) હવે આ પર્યાયની વાત ચાલે છે. પર્યાયઅવસ્થા-પલટતી દશા ભગવાને કહી તે પોતાના દ્રવ્ય- ગુણથી ઉત્પન્ન થાય છે. પરના કારણથી પર્યાય ઉત્પન્ન થાય છે (એમ નથી) (જુઓ..!) આ પુસ્તકનાં પાનાં જે આ આંગળીથી આમ ફરે છે ને...? એ પર્યાય થઈ. એ સમાનજાતીય પરમાણુની પર્યાય છે. એ (પાનાની પર્યાય) આંગળીથી થતી નથી. અને આત્માએ પાનાં ઊંચા કર્યા એવું પણ નથી. એની સમાનજાતીય દ્રવ્યપર્યાયથી એ પાનું ઊંચુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com