________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો
ગાથા - ૯૩
૨૮
એના પરમાણુ દ્રવ્ય અને તેના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (આદિ ) અનંત ગુણથી પર્યાય ઉત્પન્ન થાય છે, તેના દ્રવ્ય ગુણથી તે થાય છે, આત્માથી નહીં. આત્માથી શરીર ચાલે છે એવું ત્રણ કાળમાં નથી. જુઓ...! એવી એવી વાણી થાય છે એ આત્માથી નહીંપણ એના (૫૨માણુના ) દ્રવ્ય – ગુણથી એક (વાણીની) પર્યાય થાય છે. એમ આત્મામાં રાગ થાય છે. તે પણ તેના દ્રવ્ય આશ્રયથી રાગ થાય છે. ૫૨ન કારણે નહીં.
ગુણના
=
-
1
ધર્મની પહેલી શરૂઆત, તો તે વિસ્તારસામાન્યપિંડ ( ગુણો ) અને એ જે
આહા...હા...! આત્મામાં સમ્યગ્દર્શન ( પર્યાય ) થાય છે સમ્યગ્દર્શનની પર્યાય પણ પોતાનું દ્રવ્ય-જે સામાન્ય ગુણ વિશેષસામાન્યસમુદાય એટલે ગુણ, તે દ્રવ્ય ગુણથી સમ્યગ્દર્શન (જ્ઞાન-ચારિત્રની ) પર્યાય ઉત્પન્ન થાય છે. સમજાણું...? ઝીણી વાત છે, ભાઈ...! વીતરાગનો મારગ બહુ ઝીણો...! સૂક્ષ્મ છે..! (અહીંયાં કહે છે કેઃ ) સમાનજાતીય (દ્રવ્યપર્યાય) એ શું છે...? એ અસમાનજાતીય એ શું છે...? “સમાનજાતીય તે જેવા કે અનેક પુદ્ગલાત્મક દ્વિ અણુક, ત્રિ-અણુક વગેરે; અસમાનજાતીય તે - જેવા કે જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય વગેરે...” અનેક દ્રવ્યપુદ્દગલાત્મક બે પરમાણુ ત્રણ પરમાણુ ચાર પરમાણુ એમ અનંતપ૨માણુ અને સમાનજાતીયનો સમુદાય તેને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. (સ્કંધમાં) બે પરમાણુ ચાર પરમાણુ એમ અનંત ૫૨માણુ છે ને...! તો અનંત પરમાણુનો પિંડ તેને ૫૨માણુની દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આહા... હા! વીતરાગની આવી વાત છે..! (શ્રોતાઃ ) આ બધું સમજીને શું કરવું..? (ઉત્ત૨:) આ સમજીને ( પર્યાય ઉપરથી લક્ષ ઉઠાવીને દ્રવ્ય ઉપર દષ્ટિ કરવાની છે. એ માટે સમજવાનું છે. પર્યાય અને દ્રવ્ય – ગુણના ભેદ સમજીને પછી એના ઉપરથી દષ્ટિ ઉઠાવીને દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ લાવવી તે સમ્યગ્દર્શનનું કારણ છે. અરે......! શું થાય ભાઈ...! ભાષા તો સાદી છે. (પણ ભાવભાસન કઠણ છે) પણ વસ્તુ તો ભગવાને જે ભાવ કહ્યા એ પ્રમાણે હોવી જોઈએ ને...! ઘરનું કાંઈ અંદર (ભેળવવું એ ન ચાલે ). સમજાણું કાંઈ....?
-
-
-
1
-
-
-
(અહીંયાં) તો કહે છે પર્યાયના બે પ્રકાર (છે). એક દ્રવ્યપર્યાય અને એક ગુણપર્યાય. હવે દ્રવ્યપર્યાયના બે પ્રકાર (એ છે કે) એક સમાનજાતીય (દ્રવ્યપર્યાય ) અને અસમાનજાતીય (દ્રવ્યપર્યાય ) છે. બે પરમાણુથી માંડી અનંત ૫૨માણુનો જે પિંડ દેખાય છે તેને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવી છે. આ શરીર જે છે તે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. (શરીરમાં) ૫૨માણુ
૫૨માણુ સંબંધમાં છે ને......! અનંત પરમાણુ છે શરીરના (તેથી) તે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. આત્માની ( પર્યાય ) નહીં. એ પર્યાયબુદ્ધિ છોડાવવા માટે આ બતાવવામાં આવે છે. (શ્રોતાઃ) આ શરીર કેનું છે... ? (ઉત્ત૨:) શરીર જડની પર્યાયનું છે. શરીર જે છે તે (૫૨માણુની ) દ્રવ્ય પર્યાય છે. અનેક પરમાણુનું એકરૂપ ત્યાં દ્રવ્યપર્યાય છે. અનંત પરમાણું-પુદ્દગલની એકરૂપ પર્યાય તેને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આહા...હા...! આવી વાત છે, ઝીણી વાત છે. બાપુ...! આ પ્રવચનસાર ભગવાનની વાણી છે. “ પ્ર એટલે વિશેષે ધ્રુવ, દ્રવ્ય; આહા! દિવ્યધ્વનિ ભગવાનની ( તીર્થંકરદેવની ) વાણી..! ભગવાન ત્રિલોકનાથ..! એમની દિવ્યધ્વનિ ૐ કાર... ॐ કારધ્વનિ સૂનિ અર્થ ગણધર વિચારે” અને ગણધર અર્થ વિચારીને આગમ રચે (છે) અને ઉપદેશ કરે છે તો ભવ્ય જીવ સંશય નિવારે (છે) આહા...હા... !
37
66
Please inform us of any errors on rajesh@Atma Dharma.com