________________
રોચેસ્ટરમાં મુકામ આમંત્રણ સ્વીકારી તે ચાલ્યો ગયે એટલે પિકવિકે મિત્રોને કહ્યું, “બહુ દેશમાં ફર્યા લાગે છે, તથા માણસો અને વસ્તુઓના ઊંડા સમજદાર નિરીક્ષક છે.”
મને તો તેમણે રચેલું મહાકાવ્ય જેવાનું જ મળે—” મિ. સ્નડગ્રાસ બેલ્યા.
“મને તેમને કૂતરો જોવા મળ્યો હોત – ” મિ. વિકલ વઘા.
મિ. ટપમન કશું બોલ્યા નહિ, પણ અદભુત સુંદરી ના ક્રિસ્ટીના, જઠર-પંપ, કુવારે, વગેરેનાં ચિત્રો તેમની નજર સમક્ષ થઈને પસાર થઈ ગયાં અને તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ.
પિતાના ઉતારાની, બેડરૂમની, જમણની વગેરેની વ્યવસ્થા કરી લઈ તેઓ શહેરમાં લટાર મારવા નીકળી પડ્યા.
મિ. પિકવિકે ચાર શહેરો – સ્ટ્રાઉડ, રેચેસ્ટર, ચેધામ અને બ્રોપ્ટન – વિષે જે નેંધો લખી છે, તે બધી કાળજીથી તપાસતાં, તેમની પહેલાં આવી ગયેલા બીજા મુસાફરોએ એ શહેરે વિષે કરેલાં વર્ણન કરતાં મિ. પિકવિક ખાસ કંઈ વિશેષ જુદું લખ્યું હોય,
એમ જણાતું નથી. - જેમકે, તે જાણે છે કે, “આ શહેરની મુખ્ય પેદાશ – સૈનિક, ખલાસીઓ, યહૂદીઓ, ચાક, શપમાછલી, અફસરે અને ધક્કા-ગાદીકામદારની છે. બજારમાં પણ વહાણવટાને સામાન, અને દરિયાઈ ખાદ્ય જ વધુ પ્રમાણમાં દેખાય છે. લશ્કરી માણસોની અવર-જવરથી શેરીએ ગાજતી રહે છે. તે લોકોને નશાના જુસ્સા હેઠળ લથડિયાં ખાતા તથા તેમની પાછળ મજાક-મશ્કરી કરતા આવતા છોકરાઓના ટાળાને સસ્તું અને નિર્દોષ મનોરંજન પૂરું પાડતા જોવા, એ એક લહાવો જ છે. તેમને આનંદી સ્વભાવ પણ અનોખો જ હોય છે. અમે આવ્યા તેના આગલા દિવસે, એક પીઠામાં પ્યાલા ભરી આપનારી બાઈએ વધુ દારૂ આપવાની ના પાડી, એટલે એક સૈનિકે ખેલ ખાતર જ બેનેટ ચડાવી તેને ખભે ટોચી નાખ્યો.