________________
[ 6 ]
શ્રી કપૂરવિજયજી મેળવે છે. ક્ષણિક-વિનાશી સુખમાં મુગ્ધજને વારંવાર લેભાઈ જઈ, સ્વાભાવિક અવિનાશી આત્મિક સુખને અનાદર કરે છે. ક્ષણિક, કલ્પિત સુખમાં મુંઝાઈ રહેનારા કે ખરા અવિનાશી સુખનો અનુભવ કરી શકતા નથી અને અપૂર્વ અલૈકિક સુખથી તે સહ વંચિત-બેનસીબ જ રહે છે. તુચ્છ સ્વાર્થવૃત્તિને વશ થઈ રહેવાથી જ આવું વિષમ પરિણામ વારંવાર આવે છે અને વિવિધ વાસનાઓના જરથી અહીંતહીં જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે. તે જન્મમરણનાં અનંતાં દુ:ખમાંથી જીવને ઉદ્ધાર થાય એ ખરેખર બહુ જ ઈચ્છવા યોગ્ય છે.
આ ઉપરથી સહેજે સમજી શકાશે કે આપણું મુખ્ય સાધ્યબિંદુ ક્ષણિક-વિનાશી, કપિત સુખ નહિં પણ ખરું શાશ્વત, અવિનાશી, આમિક સુખ જ હોવું જોઈએ. તેને લક્ષીને જ સકલ ઉચિત પ્રવૃત્તિ કરવી ઘટે. તેવું ખરું સુખ નિજ આત્મામાંથી જ મળી શકે છે. બીજા બધા તો સુખ-દુઃખમાં કેવળ નિમિત્તરૂપ જ હોઈ શકે. પ્રત્યેક આત્મામાં શક્તિરૂપે અનંતજ્ઞાનાદિક રત્નરાશિ છૂપી રહેલી છે તેમ જ તે સકલ રત્નરાશિને પ્રગટ કરવાનું અનંત-અગાધ સામર્થ્ય પણ છૂપું રહેલું છે, એ સાચી વાત કોઈ વિરલા જ જાણે છે. મોટે સમૂહ તો તેથી તદ્દન અજ્ઞાનઅજાણ્યો જ રહે છે. તેમને એ ખરી હકીકતથી જાણીતા કરવા એ ખરા તત્વજ્ઞાનીનું કર્તવ્ય છે. તત્ત્વજિજ્ઞાસા થવાથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ સુલભ્ય થાય છે. ખરા જ્ઞાની પ્રત્યે નિજ હદયમાં શુદ્ધ પ્રેમ-બહુમાન જાગૃત થાય એ તત્ત્વજ્ઞાન પામવાની ખરી કુંચી છે. એ કુંચી કેઈ સદભાગી મેળવીને તેને લાગુ પાડે છે, તો પરિણામે નિજ આત્મામાં જ છૂપી રહેલી અનંતી ઋદ્ધિ તેને અનાયાસે મળી આવે છે.