________________
[ ૬૨ ]
શ્રી કરવિજયજી
તેમને હિતમા માં જોડે-સ્થાપે, તેમ જ સદાકાળ તપ-સંયમમાં સાવધાનપણે રહે. ગૃહસ્થ તેવી રુડી ભાવના રાખે.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૬૯. )
તત્ત્વજ્ઞાનના સરલ માર્ગ–સદ્બોધ સંગ્રહ,
૧. સુકાન વગરના વહાણુની પેઠે, નિશ્ચિત દિશા વગરની ગતિની પેઠે અને લક્ષ વગરના માણુની પેઠે આપણું જીવન નકામુ –નિષ્ફળ જાય છે, પવિત્ર હેતુ વગરનું જીવન જયાં ત્યાં જગતમાં અથડાવામાં, ફૂટાવામાં, પીટાવામાં પૂરું થાય છે ને ધૂળમાં રાળાય છે.
૨. જો આપણા જીવન-હેતુ પવિત્ર હોય અને તે સિદ્ધ કરવા આપણું મન મજબૂત હાય તે ગમે તેવાં મેટાં વિઘ્ન પણ વટાવી શકાય, એટલું જ નહિ પણ તે બધું પ્રસન્નતાથી ( હસતે મુખે ) લગારે દીનતા વગર કરી શકાય. કહેા કે આપદા તે જ સંપદારૂપે થઇ જાય.
૩. પૂર્વભવના સંસ્કારથી કે સદ્ગુરુની કૃપાથી કાઇ સદ્ભાગી જીવને સહેજે સમજાય છે કે તલવાર મ્યાનમાં છતી, જેમ મ્યાનમાંથી ન્યારી-જુદી કરી શકાય છે, અરે! વસ્તુત: તે ન્યારી જ છે, તેમ શરીરમાં રહેલા ચેતન-હુંસ પણ શરીરથી ન્યારા જ છે.
૪. વસ્ત્રો જીણું થાય છતાં તેના ભાગ કરનાર શરીર જીણુ થતું નથી, તેમ શરીર અનેક વાર ધારણ કર્યા છતાં તેને ભાગી-ચેતન-જીવ જીણુ -ઘરડા થતા નથી. જેમ નવાં, જૂનાં