________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭૫ ] ૬. સંત-સુસાધુ તે જ કે જે શાસ્ત્ર-મર્યાદા (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ને અનુસરી ચાલે.
૭. સત્વ-શક્તિવંત તે જ કે જે સ્વ ઉચિત કર્તવ્યધર્મ– (Duty) થી ન ચૂકે.
૮. ખરા નિઃસ્વાર્થ બંધુ તે જ કે જે કષ્ટ વખતે પડખે ઊભા રહીને સહાય કરે.
૯ કોધ–કષાયથી અંધ બની ગયેલા જીવ સુખ-શાંતિ મેળવી શકે નહિ.
૧૦. મિથ્યાભિમાનને વશ થયેલા જીવો અંતે શક-સંતાપને જ પામે.
૧૧. કપટી માણસોને પારકી તાબેદારી, એશીયાળી યા ખુશામત જ કરવી પડે.
૧૨. અતિલોભી અને લાલચુ જેવો (કમતે મરી) નીચી - નરકગતિમાં જાય.
૧૩. કોધ–કષાય જીવને ભવભવ સંતાપે છે તેથી એ જ ઉગ્ર હલાહલ વિષ છે.
૧૪. ભવ્યાત્માને ભવોભવમાં સુખશાન્તિ કરે છે તેથી અહિંસા (દયા) જ ખરું અમૃત છે.
૧૫. કટ્ટો દુશમન દુઃખ આપી ન શકે એવું દુઃખ અભિમાન આપે છે તેથી અભિમાન જ ખરો શત્રુ છે.
૧૬. ગમે તેવા સંકટમાંથી છોડાવી ઉદ્યમ સુખ સાથે ભેટાડે છે તેથી ઉદ્યમ જ ખરો મિત્ર છે.