________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૭૩ ] ૬. ધર્મનિમિત્તે જે સઘળા સદાચાર સેવવામાં આવે છે તે દયાપ્રધાન હોય છે. સદા ય મસ્તક છેવાથી તે તગત જીવોને ઉપદ્રવ થાય છે.
૭. નિત્ય નિર્મળ જ્યોતિને ધારણ કરતા એવા આત્માની સ્થિતિ હોવાથી કાયમ વસ્ત્રવડે વેષ્ટિત એવું પણ મસ્તક પવિત્ર જ છે.
૮. જે બાહ્ય દષ્ટિવાળા લોકો સ્નાન કરતી વખતે અતિ ઘણું જળને ઢાળવાથી જતુઓને નાશ કરે છે તે શરીરને શુદ્ધ કરતાં આત્માને મલિન કરે છે.
૯. ન્હાતાં પહેરેલું પોતીકું મૂકી, બીજું વસ્ત્ર પહેરી, જ્યાં સુધી પગ ભીના હોય ત્યાંસુધી જિનેશ્વરનું સ્મરણ કરતા ત્યાં જ ઊભા રહેવું.
૧૦. નહિ તો વળી પગને મળ સંસ્પર્શ થવાથી મલિનતા થાય અથવા તેની સાથે લાગેલા જીવને ઘાત થવાવડે મહાપાતક લાગે.
૧૧. પછી ગૃહત્ય (ઘરદેરાસર) પાસે જઈ, ભૂમિશુદ્ધિ કર્યા બાદ પૂજા, સેવા કરવા નિમિત્તે વસ્ત્રો પહેરીને આઠપડે મુખકેશ બાંધે.
૧૨. દેવપૂજાના પ્રસંગે મન, વચન, કાયા, વસ્ત્ર, ભૂમિ, પૂજે પગરણ અને વિધિ શુદ્ધતા સંબંધી સાત પ્રકારની શુદ્ધિ સાચવવી જોઈએ.
૧૩. પૂજાવિધિ સાચવતાં પુરુષે કદાપિ પણ સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહિ તેમજ સ્ત્રીએ પુરુષનું વસ્ત્ર પણ પહેરવું નહિ, કેમકે
૧૮