________________
[ ૩૦૦ ]
શ્રી કપૂરવિજયજી ૪. થોડામાંથી પણ ડું દેવું (દાન), મોટા ઉદયની અપેક્ષા ન રાખવી. (ઘણું સંપદા થશે ત્યારે બહોળું દાન આપીશ એમ સમજી છેડામાંથી પણ થોડું આપવાને પ્રસંગ જતો ન કરો.) મનમાનતી લમી–સંપદા કેને કયારે થવા પામે છે?
દાનફળ” ૫. જ્ઞાનનું દાન દેવાવડે જ્ઞાની થવાય છે, અભયદાનવડે નિર્ભય-ભયરહિત થવાય છે, અન્નદાનવડે સુખી થવાય છે અને ઔષધ-ભેષજ આપવાવડે સદા ય વ્યાધિ રહિત થવાય છે.
૬. કીતિ પુન્યથકી થવા પામે છે, પણ દાનથકી નહિ. એમ છતાં જે કંઈ કીર્તિને માટે દાન આપે છે તેને સુજ્ઞજોએ વ્યસન સમજવું.
છે. વ્યાજે દેતાં (બહુ તો) દ્રવ્ય બમણું થાય, વ્યવસાય (વ્યાપાર) કરતાં ગણું થાય, ક્ષેત્રમાં વાવતાં સોગણું થાય; પરંતુ સારા પાત્ર(સુપાત્ર)માં આપવાથી તો અનંતગણું થવા પામે છે.
૮. (જીર્ણ) દેરાસર, પ્રતિમા (પૂજા-ભક્તિ), પુસ્તકપ્રકાશનાદિ અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવકારૂપ ચતુર્વિધ શ્રી સંઘની યથાયોગ્ય સેવા, ભક્તિ (સંભાળ) એ સાત ક્ષેત્રમાં અમાપ ફળની પ્રાપ્તિ માટે યથાશક્તિ દ્રવ્યવ્યય કરે.
૯ જિનેશ્વર પ્રભુની ભક્તિથી ભાવિત જે ભાગ્યશાળી શ્રાવક ખાસ જરૂરી સ્થળે ચિત્ય કરાવે છે તે ચૈત્યમાં જેટલાં પરમાણુ હોય તેટલા કપિ સુધી દેવકનાં સુખ પામે છે. (તન ચૈત્ય કરાવવાં કરતાં જીર્ણોદ્ધાર કરાવવામાં આઠગણું પુન્ય શાસ્ત્રમાં કહ્યું છે.)