________________
લખ સંગ્રહ : ૫ :
[ ૩૦૩ ] ૨૩. પૂર્વોક્ત સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયવ્ય જે વિવેકથી વાવે છે તે શ્રાવક પોતાના ધન અને જન્મ બનેની સફળતા કરે છે. | [આ. પ્ર. પુ. ૧૩. પૃ૪, ૨૬, ૫૦, ૭૭, ૧૬૬, ૧૭૯, ૨૭૬ ]
શીધ્ર સ્વહિત સાધી લેવા ભવ્યાત્માને ગ્ય હિતેપદેશ,
૧. મેહમાયાને વશ પડેલા ઓ માનવી ! દ્રવ્ય મેળવવાની તૃષ્ણા તજી દે, મનમાં આશા-તૃષ્ણા વગરની સુબુદ્ધિ ધારણ કર. નિજ કર્મ અનુસારે જેટલું દ્રવ્ય ન્યાયમાગે પ્રાપ્ત થાય તેટલાથી હે ભેળા તું સંતોષવૃત્તિ ધારણ કરી - ૨. અર્થ–દ્રવ્ય-ધન અનર્થનું કારણ છે, તેનાથી અનેક અનર્થ પ્રભવે છે એમ સદા ચિન્તવ. તે દ્રવ્યથી લેશમાત્ર સત્ય સુખ સંભવતું નથી. નિજ પુત્રથકી પણ ધનવંતને ભય રહે છે કે રખે તે દ્રવ્યથી પિતાને પણ મારી નાખે. સર્વત્ર એ રીતે ચાલતું જ આવ્યું છે એમ માનવું નહીં.
૩. તારી સ્ત્રી કઈ અને પુત્ર કોણ ? આ દેખાતાં સ્ત્રીપુત્રાદિક તો સહુ સ્વાર્થનાં જ સંબંધી છે. આ સંસાર અંત્યત વિચિત્ર જણાય છે. તું કોને? અને ક્યાંથી આવ્યા ? હે ભાઈ ! આ તત્ત્વ તું ચિન્તવ.
૪. હે ભેળા ! સ્વજન, ધન અને જોબનને ગર્વ તું ન કર. પલકમાત્રમાં કાળ સર્વ કંઈ હરી લે છે. આ બધી બેટી માયા-મમતા તજીને સત્ય પરમાત્મસ્વરૂપને ઓળખી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર.