________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૦૯ ] લેકે પરસ્ત્રીને સંગ કરે છે અથવા ગંગા જેવી પવિત્ર નદી ગામને પાદરે વહેતી હોય તેને તજી લેકે કૂવાનું પાણુ વાપરે છે. તેથી જ કહેવત છે કે “અતિરિત્રકાર વિશTI’ - ૨. સુવર્ણમાં સુગંધ નથી, શેલડીને ફળ બેસતું નથી, ચન્દનનાં વૃક્ષને ફલ બેસતાં નથી, વળી વિદ્વાન લક્ષમીપાત્ર થતો નથી અને કદાચ તેમ થયો તે પણ લાંબું જીવતે નથી; તેથી સમજાય છે કે કોઈ ભલે બુદ્ધિશાળી સલાહકાર પહેલાં વિધાતાને મળેલે નથી.
૩. ફણિધરના માથે રહેલા રત્ન ઉપર, કૃપણના ધન ઉપર, સતી–પતિવ્રતા સ્ત્રીનાં સ્તન ઉપર, કેસરીસિંહની યાળ (કેશવાળી) ઉપર અને સ્વાભિમાનીને શરણે ગયેલા ઉપર મૃત્યુવશ થયા વગર કોઈ હાથ નાંખી શકે નહિં. તેમને આંગળી અડાડવી પણ ભારે થઈ પડે છે તે પછી તેમનો પરાભવ કરવા જતાં પિતાના જ પ્રાણનો નાશ થવા પામે છે.
૪. મૂર્ણ—અજ્ઞાનને મહાધનાઢ્ય દેખીને વિદ્વાન માણસે નિર્દોષ વિદ્યાને અનાદર કરે નહિ. કુલટા વેશ્યાઓને રત્નનાં મુગટવાળી દેખીને આર્ય નારીઓ (પવિત્ર પતિવ્રતા સ્ત્રીઓ ) શું કુલટા થઈ જાય ? નહિ જ. જેમ સતી સ્ત્રીઓ પિતાના પવિત્ર શીલને જ સાર–શણગાર–અલંકારરૂપ લેખે છે તેમ વિદ્વાન પુરુષો પણ વિદ્યાધનને જ સર્વ ધનમાં પ્રધાન ધન સમજી યત્નથી તેનું સંરક્ષણ કરે છે.
૫. જે જેના ગુણાતિશય(ગુણૌરવ)ને જાણતા નથી તે તેની સદા ય નિંદા-અવજ્ઞા-આશાતના કર્યા કરે છે તેમાં