________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૭ ]
ઉ-સ’સારતાપથી દુ:ખી થતા આત્માનું દુઃખ જોઇ અનુકંપા
આવવી.
પ્રશ્ન-ઉપેક્ષા ભાવના એટલે શુ?
ઉ-પાપી જીવાને જોઇ તેની ઉપેક્ષા કરવી. નિ:સ્પૃહભાવે જગતના પ્રતિબ ંધને વિસારી આત્મહિત કરવું. આ પ્રમાણે ઉક્ત ચારે ભાવનાઓ કલ્યાણમય છે અને પાત્રતા આપનારી છે.
પ્ર-શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે કે મ ?
ઉ-માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. પ્ર૦-મમ કયાં રહ્યો છે ?
ઉ—સત્પુરુષાના અંતરાત્મામાં રહ્યો છે. પ્ર૦-ધર્મના રસ્તા કેવા છે ?
ઉ-ધર્મ ને રસ્તા સરલ, સ્વચ્છ અને સહજ છે, પણ તેને વિરલ આત્માએ પામી શકે છે.
પ્ર૦-પરમાત્માને ધ્યાવાથી શું ફળ, અને તેવું ધ્યાન કેમ પ્રાપ્ત થઇ શકે ?
ઉ-પરમાત્માને ધ્યાવાથી પરમાત્મા થવાય; પરન્તુ તેવું ધ્યાન સત્પુરુષના ચરણકમળની વિનયેાપાસના વગર પ્રાપ્ત થઈ શકતું નથી.
પ્ર—આ કાળમાં અહીં શુકલધ્યાનની પ્રાપ્તિ થવી સવિત છે ? ઉ-અહીં તેની પ્રાપ્તિ અસંભવિત છે.
પ્ર૦-આ કાળમાં ધર્મધ્યાનની પ્રાપ્તિ કયા સાધનાથી થઇ શકે છે ?