________________
અભિપ્રાય
સાંજ વર્તમાન. (દૈનિક) મુંબઈ તા. ૩૧-૭-૪૦ બુધવાર, પૃષ્ઠ છે.
શ્રી કપૂરવિજ્યજી લેખ સંગ્રહ ભાગ ત્રીજે. પ્રકાશક:-શ્રી કપૂરવિજયજી મારક સમિતિ, મુંબઈ.
મંત્રી –શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ, ગોપાળ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. કિંમત ૮-પ-૦, કપડાંના પૂઠાના ૦-૬-૦
આ પુસ્તકના આગલા ભાગની સમાલોચના આ કલમમાં ભૂતકાળમાં લેવામાં આવી હતી અને આજે વિશેષ આનંદ થાય છે કે સ્મારક સમિતિએ મહારાજશ્રીનાં વધુ બોધવચનો ૩ જે ભાગ પ્રગટ કર્યો છે. પૂજ્યશ્રીને પરિચય કરાવવાને યશ આ સમિતિને, તેને નાણાંની મદદ કરનારાઓને, તેમ જ તેમના મંત્રી શ્રી નરોત્તમદાસભાઈ શાહને મળે છે. ૩૦૦ કરતાં યે વિશેષ પાનાનાં, આ પુસ્તકની નામની કિંમત માત્ર પાંચ આના રાખવામાં આવી છે માટે એને પ્રચાર બહેળો થાય એવું હરકેઈ ઈચ્છે છે.
લગભગ ૮૫ લેખો પૂજ્યશ્રીએ “જૈન ધર્મ પ્રકાશ વગેરેમાં પ્રગટ કર્યા હતા તે આ ત્રીજા ભાગમાં એકત્ર કરવામાં આવ્યા છે. એમાં સમાયલા લેખે, બેધવચનો, સુત્રો વગેરે જ્ઞાન અને ધર્મને લાભ આપનારા છે, અને જેન તેમ જ જૈનેતર પ્રજા બંનેને તે લાભદાયી થઈ પડે એવા છે.