________________
[ ૩૨૨ ]
શ્રી કપૂરવિજયજી તેમ જ અન્યની અનેકવિધ સંપત્તિએ દેખીને કે સાંભળીને આનંદિત થાય છે, હર્ષ-પ્રમોદ પામે છે. એમ કરવાથી નિજ ગુણને વિકાસ સહેજે સધાય છે. એથી વિપરીત પરની ઈષ્યઅદેખાઈ કરનાર અધિકાધિક દુઃખી થવા પામે છે. પૂર્વનાં શુભ દષ્ટાને લક્ષમાં રાખી, ઈર્ષા–અદેખાઈ કરવાની પડેલી કૂડી ટેવ સુખના અથી જનેએ જલદી સુધારવી અને ગુણગ્રાહી બની અન્યની ગુણ-સંપત્તિ જોઈ જાણુને દિલમાં રાજી-પ્રમુદિત થવું.
“દયા, કરુણા યા કે મળતા પરનું દુઃખ જોઈ તેને દૂર કરવા દિલમાં દયાની લાગણી થાય, કરુણા ને કેમલતા પ્રગટે ને ફક્ત ભાવનારૂપે નહીં પણ સાચા દિલથી તેનું દુઃખ દૂર કરવા યથાસાધ્ય પ્રયત્ન કરવા ન ચૂકે તે જીવ ધર્મને અધિકારી લેખાય. અન્યને અભય આપી આપણે અભય પામી શકીએ.”
વાવીએ એવું લણીએ. દયાપાત્ર, દીન, દુઃખી, અનાથે જ ઉપર કરુણ-કમળતા રાખી તેમને યથાશક્તિ રાહત આપી સંતોષવા. આપણું તુચ્છ સ્વાર્થની ખાતર તેમને કેઈને ત્રાસ ઉપજે એમ ન જ કરવું. જેવું સુખ આપણને વહાલું છે તેમ સહુને હાઈ સહુને યથાસાધ્ય સુખ-શાન્તિ ઉપજે એવું હિત વર્તન કરવું જ ઉચિત છે. આપણા સ્વાર્થની ખાતર કોઈને પ્રતિકૂળતા નહીં ઉપજાવવા અને એટલી અનુકૂળતા સાચવવા ચીવટ રાખવી જોઈએ.
[ આ. પ્ર. પુ. ૨૯, પૃ. ૧૪૩]