________________
[ ૩૨૪]
શ્રી કરવિજય પરમાર્થદષ્ટિથી શુદ્ધ નિર્દોષ દેવને જિન, અરિહંત, વીતરાગ, પરમાત્મા, તીર્થકર, શિવ, શંકર, શંભુ, સ્વયંભૂ, બ્રહ્મા, વિષ્ણુ, રામ, મહેશ યા મહાદેવાદિક ગમે તે નામથી સંબોધવામાં આવે તો પણ તે સાર્થક જ હોવાથી સમજુ માણસો સ્વીકારી જ લે છે. એવી જ રીતે ગુરુનાં અને ધર્મનાં જુદાં જુદાં નામ ગમે તે હે પણ તે સાથે પરમાર્થદષ્ટિ જો કશે ઝઘડો કરી બેસતા નથી. શબ્દભેદથી અર્થભેદ સમજી નહિ લેતાં અર્થની એકતા નિષ્પક્ષપાતપણે વિચારી તેનું ઝટ સમાધાન કરી લે છે. એવી સમદષ્ટિ પૂર્વોક્ત જિનના ખરા અનુયાયી જૈનમાં હોઈ શકે છે, તેથી જ તે સ્યાદ્વાદી, અનેકાન્તવાદી અથવા યથાર્થવાદી કહેવાય છે અને તે સત્ય છે. તત્વદષ્ટિથી કહે કે ઉદાર-વિશાળ સમદષ્ટિથી વિચારી શકાય તે સકળ રાગાદિ દોષ રહિત વિતરાગદેવે કહેલોસમજાવેલે શુદ્ધ અહિંસા(દયા), સંયમ (ચારિત્ર) અને (ઈચ્છાનિધિરૂપ) તપલક્ષણ ધર્મ જ ખરેખર દરેક ભવ્ય આત્માને માટે સ્વાભાવિક ધર્મ છે. અને એ જ ઉત્તમ સનાતનધર્મ દ્વારા વાસ્તવિક સુખ પ્રાપ્ત થઈ શકે છે. એ પવિત્ર ધર્મમાં જેનું ચિત્ત સદા ય વત્ય કરે છે તેને ઇન્દ્રાદિક દે પણ નમસ્કાર કરે છે. પ્રથમ અજ્ઞાનવશ આદરેલા અસત ધર્મ ઉપર મિથ્યા મમત્વ રાખવું ઘટતું નથી. ભાગ્ય સત્ય વસ્તુની પિછાન થવાનું એ જ ફળ છે અને દશ દષ્ટાન્ત દુર્લભ માનવભવની ખરી કિંમત એથી જ છે.
[ આ. પ્ર. પુ. ૧૨, પૃ. ૩૦૦ ]