________________
[ ૩૧૬ ]
શ્રી કર્ખરવિજયજી પ્રવ-જીવનાં ચેડાંક સ્પષ્ટ લક્ષણ જણાવો. ઉ૦-જ્ઞાયકતા, વેદકતા, સમતા, ચૈતન્ય, રમ્યતાદિક. પ્ર-મુમુક્ષુ જન અલપકાળમાં આત્મસાધન શી રીતે કરી શકે? ઉ૦-સત્સંગ ગે ઉલ્લસિત પરિણામે રહેવાથી. પ્રવે-સત્સંગના અભાવે સમપરિણતિ રહી શકે ?
ઉ–સમપરિણતિ રહેવી અત્યન્ત વિકટ છે, તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહેલું છે, માટે જેમ બને તેમ નિરુપાધિવાળાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવનું સેવન કરવું જરૂરનું છે.
પ્ર–મુમુક્ષુ જીવને શાને ભય, વિચાર તથા ઇછા હોય ?
ઉ૦-મુમુક્ષુ જીવને અજ્ઞાન સિવાય બીજે ભય હાય નહીં. આમાને ત્યાજ્ય શું છે તેનો જ વિચાર હોય અને તેની નિવૃત્તિ થાય એવી એક જ ઈચ્છા વર્તે
પ્ર–મહાત્માઓની ઋદ્ધિ શી રીતે પ્રાપ્ત થઈ શકે ?
ઉ–આત્મા વિનીત બની, સરલ અને લધુત્વ ભાવ પામી, સપુરુષની ચરણઉપાસના અનન્યચિત્તે એકનિષ્ઠાથી કરે તો તેવી ઋદ્ધિને પામી શકે. પ્રમૈત્રી ભાવના એટલે શું? ઉ૦-જગતના સહુ જી પ્રત્યે નિર્વેરબુદ્ધિ. પ્ર–અમેદભાવના એટલે શું ? ઉ૦–કઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામે. પ્રો-કરુણ ભાવના એટલે શું?