________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૯ ] પ્ર-પુરુષનાં ચરિત્ર કેવાં હોય છે? ઉ૦-દર્પણરૂપ હોય છે. પ્ર-બુદ્ધ અને મહાવીરના બોધમાં કે તફાવત છે? ઉ૦-મહાતફાવત છે. પ્ર-ધર્મ વસ્તુ કેમ રહી છે અને કેમ મળે ?
ઉ૦–એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. બાહ્ય સંશોધનથી પ્રાપ્ત ન થાય પણ અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે પણ કોઈ મહાભાગ્યશાળી મનુષ્ય સદ્ગુરુના અનુગ્રહથી પામે છે.
પ્ર-પુરુષો શેમાં પ્રયત્ન કરે છે?
ઉ –સ્વ–પરહિતમાં વૃદ્ધિ થવા પામે તેવા શુભ પ્રયત્ન તેઓ હાનિશ કર્યા કરે છે.
પ્ર-મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કેની ઘટે છે?
ઉ૦-એક આતમજ્ઞાનીની અને એક તેની નિશ્રાવંતની. એ બેની મેક્ષ પ્રવૃત્તિ સફળ લેખાય.
[ આ. પ્ર. પુ. ૨૯, પૃ. ૮૭, ૧૧૯ ] મૈત્રી ભાવનાનો અનુક્રમે થતે વિકાસ-વિસ્તાર
Charity begins at Home–મૈત્રીભાવની ખરી શરૂઆત પિતાના ઘરથી થવા પામે છે, અને તે પ્રેમભાવથી સાધી શકાય છે. જેના દિલમાં સારો પ્રેમ જાગે છે તે ભાઈ–બહેને ગમે તેવી સ્થિતિમાં ઘરમાંનાં અન્ય કુટુંબી જનોને અનેક રીતે સંતોષી શકે છે. એટલે એવા પ્રેમી ભાઈ-બહેનના કુશળ