________________
લેખ સંગ્રહ : ૫ :
મનુષ્યજન્મની સાર્થકતા કેમ થાય ?
[ ૩૦૭ ]
૧. આ દેશમાં અવતાર, આરોગ્ય-નિરોગી કાયા, પાંચે ઇન્દ્રિયાની પટુતા-કુશળતા, દીર્ઘ આયુષ્ય, ઉત્તમ કુળ અને જાતિમાં જન્મ, ઉત્તમ બુદ્ધિમળ અને શુદ્ધ તત્ત્વની ગવેષણા, સમકિતરત્નની પ્રાપ્તિ અને નિર્દોષ ચારિત્રનુ સેવન કરવું એ પ્રબળ પુન્યયેાગે હુછુકમી જીવને જ પ્રાપ્ત થઇ શકે છે. ૨. પૂર્વ પુન્યયેાગે આ મનુષ્યજન્માદિ ઉત્તમ સામગ્રી પામ્યા છતાં તેની સફળતા કરવામાં જીવને દુષ્ટ પ્રમાદાચરણ અંતરાયરૂપ થાય છે.
૩. એકાન્ત હિતકારી એવાં જ્ઞાનીનાં વચનના અનાદર કરી કેવળ સ્વચ્છંદ વૃત્તિથી મન, વચન, કાયાને મેાકળાં મૂકવાં–જેમકે માદક ( મદ ઉપજાવે એવા ) પદાર્થનું સેવન કરવું, વિષયાસક્ત અનવું, કિલષ્ટ કષાયને વશ થઇ જવું, આલસ્ય સેવવું અને નકામી કુથલી ( વકથા ) કરવી એને જ્ઞાની પુરુષા પ્રમાદાચરણ કહે છે.
૪. ઉક્ત પ્રમાદ જેવા કેઇ પ્રમળ શત્રુ નથી અને આત્મકલ્યાણ સાધી લેવા માટે સેવવામાં આવતાં સદુઘમ સમાન અન્ય કેઇ મિત્ર નથી.
૫. નાનાં-મેટા, ત્રસ-સ્થાવર, સઘળા જીવાને આત્મ સમાન લેખી હાલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં, સૂતાં–શયન કરતાં કે ખેલતાં જો બનતી સંભાળ રાખવામાં આવે છે તે તેથી સ્વપરપ્રાણના બચાવ થાય છે અને આપણા