________________
3 આલિંગ પણ પાયા, મન અને આર.
[ ૩૦૬ ]
શ્રી કપૂરવિજયજી છે અને એવી અનીતિ કરનારને પણ દંડ કે કેદ પ્રમુખથી મહાન હાનિ અહીં જ થાય છે. વળી તે ઉપરાંત પરલોકમાં નરકાદિકનાં મહાદુઃખ ભેગવવા પડે છે. પરસ્ત્રી કે વેશ્યા સાથે ગમન કરવાથી પૈસાના અને આબરૂના કાંકરા થાય છે, અને પરભવમાં પરમાધામી તેને ધગધગતી લેઢાની પુતળી સાથે પરાણે આલિંગન કરાવે છે. એ જ રીતે પરપુરુષ સાથે ગમન કરનારી સ્ત્રીઓને પણ પરાધીન પણે ભારે કષ્ટ સહન કરવાં પડે છે. દ્રવ્યાદિક ઉપર ખોટી માયા, મમતા રાખવાથી જીવ વધારે ઉપાધિગ્રસ્ત બની બહુ દુઃખી થાય છે અને અજ્ઞાની જીવ કોધ, માન, માયા અને લેભરૂપ કષાયનું સેવન કરી, રાગ-દ્વેષને વશ થઈ, કલેશ કંકાસને વહોરી લઈ ખુવાર થાય છે. પાપની કે પરભવની વ્હીક નહિ હોવાથી અન્ય ઉપર ખોટાં આળ ચઢાવે છે, પારકી ચાડી-ચૂગલી કરે છે, મનગમતું કામ થતાં હર્ષ અને અણગમતું થતાં ખેદ કરે છે, પારકી નિંદા-ખણખોદ કર્યા કરે છે, કૂડકપટ કરી બીજાને છેતરે છે અને દુરંત દુર્ગતિદાયક નિત્ત્વ અને વિપરીત માને હિતરૂપ સમજી આદરે છે. આ સઘળાં પાપસ્થાનકે પાપમાર્ગમાં ગાઢ પ્રીતિને લઈ સેવાય છે. એના પરિણામે જીવ બહુ દુઃખી થાય છે, દુર્ગતિમાં જાય છે અને પામેલી સઘળી સામગ્રી હારી જાય છે જે ફરી સાંપડવી મુશ્કેલ છે. પાપથી ડરે છે તે જ ખરેખર સુખી થાય છે.
[ આ. પ્ર. પુ ૧૨, પૃ. ૩૪૧ ]