________________
[ ૩૦૪ ]
શ્રી કપૂરવિજયજી
૫. કામ, ક્રોધ, લાભ અને મેહને તજી હું આત્મન્ ! વિચાર કે હું કાણુ છું? મારું શું સ્વરૂપ છે? મારું શું કર્તવ્ય છે ? અરે ! આત્મજ્ઞાન વગરના મૂઢ જા નરકાદિ સંબંધી દુઃખદાવાનળમાં દુગ્ધ થઇ દુઃખી થાય છે.
૬. જો તુ શીઘ્ર શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી લેવા વાંછતા જ હા તેા શત્રુ, મિત્ર, પુત્ર અને મધુ ઉપર દ્વેષાદિક તજી સર્વત્ર સમતાભાવ ધારણ કર. કષાયતાપ મુઝતાં, હૃદયશાન્તિ પ્રાપ્ત થયે સતે સર્વ સુદર થાય છે.
૭. કમળના પત્ર ઉપર રહેલા જળામ દુની જેમ જીવિત અત્યંત ચપળ છે અને સમસ્ત જગત વ્યાધિ અને અભિમાનથી વ્યાસ તથા શેાકાકુળ છેએમ સમજી શીઘ્ર સ્વહિત સાધી લેવા ઊજમાળ થા,
૮. પ્રથમ વયમાં ઘેાડું પાણી પીધેલું સંભારીને નાળીએરનાં વૃક્ષેા પેાતાના માથા પર ઘણા ભાર છતાં મનુષ્યેાને જીવિત પંત અમૃત જેવું મીઠું પાણી આપ્યા કરે છે. ખરું છે કે સજ્જન પુરુષા કરેલા ઉપગારને કદાપિ વિસરી જતા નથી.
૯. છતી આંખે અકાર્ય કરે તે જ અંધ, છતે કાને હિતવચન શ્રવણ ન કરે તે જ અધિર અને છતી જીભે અવસરેાચિત ન મેલે તે જ મૂંગા–એમ સમજી સુજ્ઞજનોએ પ્રાપ્તસામગ્રીના સદુપયેાગ કરી લેવા સંપૂર્ણ કાળજી રાખવી.
[ . પ્ર. પુ. ૧૨, પૃ. ૩૪૦ ]