________________
[ ૩૦૨ ]
શ્રી કપૂરવિજયજી
( સ્વાર્થ બુદ્ધિવડે ) જમાડવા એ સંસારવૃદ્ધિનું કારણ છે ત્યારે ( નિ:સ્વાર્થ પણું ) સાધી બંધુઓને પ્રેમપૂર્વક જમાડવા તે સંસારસમુદ્ર તરવાને સાધનરૂપ છે. (વસ્તુ એક જ છતાં આશયભેદથી ફળમાં મેટો તફાવત પડે છે તે સમજાય તેમ છે. )
૧૮. આ પ્રમાણે સમજી સુજ્ઞ શ્રાવકે પ્રતિવષ શક્તિ અનુસારે શ્રી સઘને પેાતાના ઘરે પધરાવી તેની યથાચિત સેવાભક્તિ કરે અને શ્રી ગુરુમહારાજ પ્રત્યે શુદ્ધ-નિષ વસ્ત્ર ભક્તિપૂર્વક આપે.
૧૯. વસતી ( રહેવાનું સ્થાન ), આહાર, પાણી, પાત્ર, વસ્ત્ર, ઔષધ, ભેષજ પ્રમુખ સાધુજનોને કલ્પે તેવી નિર્દોષ વસ્તુઓ મેતે સંપૂર્ણ સુખી ન હાય તા પણ યથાશક્તિ આપે.
૨૦. સુપાત્રમાં જે નિર્દોષ દાન અપાય છે તેથી કશી હાનિ થતી નથી, પણ કૂવા, આરામ ( બગીચા ) અને ગાય પ્રમુખની પેઠે સંપદાની વૃદ્ધિ થવા પામે છે.
( કૂવા પાણી આપે છે, બગીચા ફળ આપે છે અને ગાય વિગેરે દૂધ પ્રમુખ આપે છે તેથી તેને કશી હાનિ થતી દેખાતી નથી, પણ તેથી ઘણા પરોપકાર થવાથી લાભ મળે છે અને ખરી શૈાભા પણ એમાં જ છે. )
૨૧. દાન અને ભાગમાં માટુ અંતર છે. ખાધેલી વસ્તુ વિષ્ટારૂપ ( મળરૂપ ) થઇ જાય છે પણ દીધેલી ( સત્પાત્રમાં અપાયેલી ) વસ્તુ અક્ષય થવા પામે છે.
૨૨. હજારે પરિશ્રમ વેઠીને મેળવેલ અને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય દ્રવ્યનું ખરું ફળ દાન જ છે.