________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૦૧ ] ૧૦. કરાવેલ દેરાસર જેટલા દિવસ રહે તેના જેટલા સમયે થાય તેટલા વર્ષો પર્યત જિનચૈત્ય કરાવનાર દેવગતિનાં સુખ ભોગવે છે.
૧૧. સોનાની, રૂપાની, રત્નની, પાષાણની કે માટીની જિનપ્રતિમા જે વિધિવત્ કરાવે છે તે તીર્થંકર પદ પામે છે.
(આ બાબતમાં આજકાલ ઘણે જ અવિધિદોષ ચાલતે દેખાય છે અને વગરસમજે આશાતનામાં વધારો થાય છે, તે વાત ખાસ લક્ષમાં રાખી જ્યાં દેશકાળમાં આ કાર્ય કરાવવું વધારે લાભદાયક હોય ત્યાંને માટે ઉક્ત ઉપદેશની સાર્થકતા સમજવી.)
૧૨. એક અંગુઠા જેવડી પણ પ્રભુની પ્રતિમા જે મહાનુભાવ વિવેકથી કરાવે છે તે ઈંદ્રની પદવી પામીને અંતે પરમપદમેક્ષને પામે છે.
૧૩. ધર્મરૂપી વૃક્ષનાં મૂળરૂપ ઉત્તમ શાસ્ત્ર મેક્ષફળને આપનાર છે, એમ સમજી સુજ્ઞજને ભાવશુદ્ધિને કરનારાં શાસ્ત્ર પોતે લખે–લખાવે, વાંચે–વંચાવે અને સાંભળ–સંભળાવે.
૧૪. જે શ્રાવકે ધર્મશાસ્ત્રો લખી–લખાવી સગુણી (પાત્રજન)ને આપે છે તે શાસ્ત્રના અક્ષર જેટલાં વર્ષો સુધી સ્વર્ગનાં સુખને પામે છે.
૧૫. જ્ઞાન-વિજ્ઞાનવડે શોભિત જે સુજ્ઞજનો જ્ઞાનભક્તિ કરે છે તે અંતે જેને કદાપિ ક્ષય ન થાય એવું સર્વજ્ઞપદ પામે છે.
૧૬. સર્વ સુખનું કારણ અન્નદાન છે, એમ જાણતો શ્રાવક પ્રતિવર્ષ શક્તિ અનુસારે સાધમીવાત્સલ્ય કરે.
૧૭. પિતાનાં ભાઈભાંડુ વિગેરે કટુંબીઓને ઘણા હેતથી