________________
[ ૩૦૮ ]
શ્રી કપૂરવિજયજી આત્મા પાપથી મલિન થતો નથી, એમ સમજી કઈ પણ કામ ઉતાવળથી નહિ કરતાં જયણાથી કરવું.
૬. પ્રિય, પચ્ચ અને તથ્ય (અન્યને પ્રિય લાગે અને હિતરૂપ થાય) એવું જ સત્ય વચન વદવું, અન્યથા મન ધારણ કરવું યુક્ત છે.
૭. પરદ્રવ્યને પથ્થરની જેમ ઉવેખી, ન્યાય, નીતિ ને પ્રમાણિકપણે દ્રવ્યપાર્જન કરી સ્વકુટુંબપષણ અને સ્વધર્મરક્ષણ કરવું.
૮. સુજ્ઞ ભાઈઓએ પરસ્ત્રીને સ્વમાતા, બહેન કે પુત્રી તુલ્ય ગણવી અને સુજ્ઞ બહેનેએ પરપુરુષને સ્વપિતા, બંધુ કે પુત્ર તુલ્ય જ લેખ.
૯. અપરિમિત દ્રવ્યની આશા-તૃષ્ણા છેદવા માટે પરિમિત દ્રવ્યનું પ્રમાણ કરી, સંતોષ ધારણ કરી પાર્જિત દ્રવ્યને સક્ષેત્રમાં એવી કુનેહથી સદ્વ્યય કરો કે તે તમને પરિણામે અનંતગુણો લાભ આપે.
[ આ. પ્ર. પુ. ૧૨, પૃ. ૩૪૨ ]
સદગુણીને અનાદર નહિ કરતાં તેમના ગુણની
| કિંમત કરતાં શીખે. ૧. સ્વદેશમાં જન્મેલે ગમે એટલે ગુણવાનું હોય તે પણ નિરંતરના પરિચયને લીધે તેની ખરેખર અવજ્ઞા થાય છે, જોઈએ એવી કદર થઈ શકતી નથી. જુઓ ! પિતાની સ્ત્રી ગમે તેટલી રૂપવતી હોય તે પણ તેને અનાદર કરી મુગ્ધ