________________
[ ૩૧૦ ]
શ્રી કપૂરવિજયજી કંઈ વધારે નવાઈ જેવું જણાતું નથી. જુઓ, ભીલડીને હાથીના કુંભસ્થળમાં પાકતાં સાચાં મેતીની કંઈ પણ કિંમત નહિ હોવાથી તેને અનાદર કરી એ બાપડી રાતી ચણેઠી ઉપર મહી પડી તેને જ ધારણ કરી લે છે. આવી રીતે જે નિર્ગુણી હોય તે ગુણવતની કદર કરી શકે નહિ. ઝવેરી હોય તે જ રત્નની પરીક્ષા કરી જાણે.
[અ. પ્ર. પુ. ૧૨ પૃ. ૩૪૩ ]
સૂક્ત વચનો વાંચી કે સાંભળી આદરવા યોગ્ય વિવેક
૧. પુરુષને કલીનતાનપુંસકતા હોય તે સારી, પણ પરસ્ત્રીગમન કરવું સારું નહિ. ભિક્ષા માગીને ભેજનવૃત્તિ કરવી સારી, પણ પારકા ધનને અપહરી લઈ સુખ મેળવવાની બુદ્ધિ રાખવી સારી નથી. મન ધારણ કરી રહેવું સારું, પણ અસત્ય વચન વદવું ઠીક નથી. નિજ પ્રાણ ત્યાગ કરવો સારે, પણ ચાડી ખેરનાં વચનમાં વિશ્વાસ રાખી બેસવું ઠીક નથી. આ બધા પ્રકારે પરમ દુઃખદાયક છે.
૨. પશાળા શૂન્ય પડી રહે તે સારી, પણ તેમાં અપલક્ષણે બળદ બાંધી રાખવો સારો નહિ. ચતુર-વિનીત વેશ્યારૂપ ભાય સારી, પણ અવિનીત (વિનયશૂન્ય) કુળવધુ સારી નહિ. જંગલમાં જઈ રહેવું સારું, પણ વિવેક રહિત રાજાના નગરમાં રહેવું સારું નહિ તેમ જ પ્રાણત્યાગ કરવો સારો, પણ અધમ જનોની સોબત કરવી સારી નહિ.
૩. કચ્છની વખતે મિત્રની ખરી કસોટી થાય છે, રણસંગ્રામ