________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૧ ] વખતે શૂરવીરની ખરી કસોટી થાય છે, વિનય પ્રસંગે નેકરની પરીક્ષા થાય છે અને દુકાળ વખતે દાતારની ખરી પરીક્ષા થઈ શકે છે.
૪. સુપાત્રદાનથી જીવ ધનાઢ્ય-અનર્ગલ લક્ષ્મીવાળો થાય છે, ધનના પ્રભાવથી તે સારાં સુકૃત્ય કરે છે–પુપાર્જન કરે છે, પુન્યના પ્રભાવથી તે દેવલોકમાં સુખ પામે છે–દેવગતિ પામે છે અને ત્યાંથી આવી ફરી ધનાઢ્ય થઈ ભેગસામગ્રી પ્રાપ્ત કરે છે.
૫. કુપાત્રદાનથી જીવ નિધન-સુખસંપત્તિહીન બને છે, નિર્ધનતાના વેગે તે પાપકૃત્ય-દુષ્ટ કામ કરે છે, પાપના પ્રભાવથી તે નરકગતિ પામે છે–અર દુ:ખ દાવાનળમાં જઈ પડે છે, ત્યાંથી થવી ફરી નિર્ધન થાય છે અને ફરી પાપકૃત્યા જ કરે છે.
૬. સ્મિત હાસ્યવડે, હાવભાવ દેખાડવાવડે, લાજ કાઢવાવડે, વ્હીક બતાવવાવડે, વચનચાતુરીવડે, ઈર્ષાવડે, કલહ કરવાવડે, લીલા-ક્રીડા કરવાવડે અને અર્ધ કટાક્ષ-બાણ ફેંકવાવડે એટલે કે આડી આંખે જોવાવડે, એમ બધી રીતે સ્ત્રી એ ખરેખર બંધનરૂપ છે, તેથી શાણા જનેએ સદા ય તેનાથી ચેતતા રહેવું યુક્ત છે.
[ આ. પ્ર. પુ. ૧૩, પૃ. ૪૪. ]