________________
[ ૨૯૮ ]
શ્રી કરવિજ્યજી પિતાના ઘરે ખાંડવાનું, દળવાનું વિગેરે આરંભનું કામ કરવાનું પરિહરે.
૨૪. પર્યુષણ પર્વમાં સ્વચ્છ મનથી કલ્પસૂત્ર સાંભળે અને શાસનની ઉન્નતિ કરતે પિતાના શહેરમાં અમારી પળાવે.
૨૫. શ્રાવક રુડાં ધર્મનાં કામ કરતે સંતેષ ન પામે, તે તે પ્રતિદિન અધિકાધિક પ્રીતિ–ભક્તિથી ધર્મકાર્યો કરતા જ રહે.
ર૬. પર્યુષણ પર્વમાં સાવધાનપણે જે કલ્પસૂત્ર શ્રવણ કરે તે આઠ ભવની અંદર મહામંગળકારી મોક્ષપદને પામે.
૨૭. સદા ય સમ્યકત્વ રત્નનું સેવન કરવાથી અને બ્રહ્મવ્રત(શીલવત)ને પાળવાથી જે પુન્ય પ્રાપ્ત થાય છે તે શ્રી કલપસૂત્ર સાંભળવાથી પ્રાપ્ત થાય છે.
૨૮. વિવિધ દાન દેવાવડે અને તપ તપવાવડે તથા સારાં તીર્થોની સેવના કરવાવડે એટલે પાપક્ષય થાય તેટલો કલ્પસૂત્ર સાંભળવાવડે જીવન પાપનો ક્ષય થાય.
૨૯. મુક્તિ એટલે મેક્ષ ઉપરાંત કેઈ ઊંચું પદ-સ્થાન નથી, શ્રી શત્રુંજય તીર્થ ઉપરાંત કેઈ ઊંચું તીર્થ નથી અને સમ્યગ્દર્શન–સમ્યફવા ઉપરાંત ઊંચું તત્વ નથી તેમ શ્રી કલ્પસૂત્ર ઉપરાંત કેઈ અધિક સૂત્ર નથી.
૩૦. દીવાળીની અમાવાસ્યાએ શ્રી વિરપ્રભુનું નિર્વાણ થયેલ છે અને દીવાળીના પડવાને દિવસે શ્રી ગૌતમ ગણધરને કેવળજ્ઞાન ઉપન્યું છે તેમનું તે પ્રસંગે અવશ્ય સ્મરણ કરવું.
૩૧. દિવાળીના દિવસે બે ઉપવાસ કરીને જે ગૌતમસ્વામીનું