________________
[ ૨૯૬ ]
શ્રી કરવિજયજી ૭. અષ્ટમીનું આરાધન કર્યાથી આઠ કર્મને ક્ષય થાય છે, આઠ પ્રવચન માતા(સમિતિ, ગુપ્તિ)ની શુદ્ધિ થાય છે અને આઠ મદને પરાજય થાય છે.
૮. એકાદશીનું સેવન કર્યાથી અગિયાર અંગેનું નિચે આરાધના થાય છે તેમ જ શ્રાવકની અગિયાર પડિમાનું પણ આરાધન કરાય છે.
૯. અહો ! ચતુર્દશીનું આરાધન કરનાર ચૌદ રાજલકની ઉપર મોક્ષમાં જઈ વસે છે. વળી તે ચૌદ પૂર્વોનું પણ આરાધન કરી શકે છે.
૧૦–૧૧. આ ઉપર જણાવેલાં પાંચ પર્વો અધિકાધિક ફળદાયક છે, એમાં કરેલી સુકૃત કરણ અધિક ફળદાયક બને છે, એમ સમજી સુજ્ઞજને પર્વદિવસે વિશેષે કરી ધર્મ કરશું કરે અને પિષધ પ્રતિક્રમણાદિકને આરાધતાં સ્નાન તેમજ મથુનને પરિહરે.
૧૨. મુક્તિને વશ કરવાને પરમ ઔષધ સમાન પિષધવ્રત પર્વદિવસે સુજ્ઞજન આદરે, તેમ ન કરી શકાય તો સામાયકવ્રત વિશેષ આદરે.
૧૩. વળી યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પચે અરિહંત દેવનાં કલ્યાણકો છે. તેનું આરાધન સુજ્ઞ જનોએ કરવું.
૧૪-૧૫. જે દિવસે એક કલ્યાણક હોય ત્યારે એકાસન,બે હેય ત્યારે નવી, ત્રણ હોય ત્યારે પુરિમટ્ટ સહિત આયંબિલ અને ચાર કલ્યાણક હોય ત્યારે ઉપવાસ કરે. પાંચ કલ્યાણક હોય