________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૯૭ ] ત્યારે પૂર્વાર્ધ (પરિમટ્ટ) સહિત ઉપવાસ કરે. આ કલ્યાણક તપ પાંચ વર્ષે સુજ્ઞજને પૂર્ણ કરે. ( ઉપર જણાવેલા પૂર્વાર્ધને અર્થ કઈ સ્થળે એકાસણુરૂપ કરેલો દેખાય છે.)
૧૬. વળી અરિહંતાદિક વિશ સ્થાનક પદને ભવ્યાત્માઓ આરાધે અને એકાશનાદિક તરવડે ભાગ્યવંત અને તેને વિધિ સાચવે.
૧૭. વિધિ અને ધ્યાનયુક્ત જે ઉક્ત વીશ સ્થાનકનું આરાધન કરે તે મહાનુભાવ આત્મા દુઃખવિદારક એવું શ્રેષ્ઠ તીર્થકરનામકર્મ ઉપાજે છે.
૧૮. સાડા પાંચ વર્ષપર્યત જે ઉજજવળ પંચમીનું આરાધન કરે છે તે પાંચમી ગતિ જે મોક્ષ તેને પ્રાપ્ત કરે છે.
૧૯. વ્રત પૂર્ણ થયે છતે ઉજમણું કરે, તેવી શક્તિ ન હોય તો બમણું વ્રત કરે અને તપના દિવસ જેટલો માણસ જમાડે.
૨૦. પંચમીના ઉજમણામાં પાંચ પાંચ ઉત્તમ જ્ઞાનનાં ઉપકરણે તેમ જ ચિત્યનાં પણ પાંચ પાંચ સુંદર ઉપકરણે કરાવે.
૨૧. વળી પાક્ષિક (પાણી) પ્રતિક્રમણ અને ચતુર્દશીને ઉપવાસ કરે છે તે શ્રાવક પિતાનાં ઉભય પક્ષ( પિતાના તથા માતાના)ને વિશુદ્ધ કરે છે.
રર. બુદ્ધિશાળી શ્રાવક ત્રણે માસીમાં છઠ્ઠ તપ કરે અને સર્વોપરી સંવત્સરી પર્વ સંબંધી અઠ્ઠમ તપ કરે; સાથે પ્રતિકમણાદિક આવશ્યક પણ સાચવે.
૨૩. સઘળી (છએ) અઠ્ઠાઈઓમાં અને વિશેષે પર્વદિવસે