________________
[ ર૯૪ ]
શ્રી કરવિજયજી ઈચ્છા કોણ કરે? સુજ્ઞ હોય તે તે મુકિતકન્યાને જ ઈછે કે જે વિરક્ત વ્યક્તિ ઉપર પણ રાગ ધરે છે.
૨૦. એ રીતે ચિત્તમાં ચિન્તવતો સુજ્ઞ પુરુષ આનંદમાં ઝૂલતો થોડો વખત નિદ્રા , પણ ધર્મપર્વમાં કદાપિ મૈથુન સેવે નહિ.
૨૧. સુજ્ઞ હોય તે ઘણે વખત નિદ્રા સેવવામાં કદાપિ કાઢે નહિ, કેમકે અતિ ઘણું નિદ્રા ધર્મ, અર્થ અને સુખને નાશ કરનારી થાય છે.
૨૨. અલ્પઆહાર, અનિદ્રા, અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ અને અપકષાયવંત હોય તેને ભવભ્રમણ અ૯પ જ જાણવું.
૨૩. નિદ્રા, આહાર, ભય, નેહ, લજજા, કામ, કલેશ અને કંધ એમને જેટલો વધારીએ તેટલાં વધે છે અને ઘટાડીએ તેટલાં ઘટે છે.
૨૪. શયન કરતી વખતે વિદન માત્ર ચરવા સમર્થ શ્રી નેમીશ્વર પ્રભુનું સ્મરણ કરનારને ખોટાં સ્વને આવતાં નથી.
૨૫. અશ્વસેન રાજાના અને તામારાના પુત્ર શ્રી પાર્શ્વ પ્રભુનું સદા ય સમરણ કરનારને ખાટાં સ્વપ્ન આવતાં જ નથી.
૨૬. શ્રી લક્ષમણા માતાના અને મહસેન રાજાના પુત્ર શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સ્મરણ ચિત્તમાં કર્યા કરે છે તેને સુખપૂર્વક નિદ્રા આવી જાય છે.
૨૭. સર્વ વિનને ચરનાર અને સર્વ સિદ્ધિને આપનાર શ્રી શાંતિનાથપ્રભુનું ધ્યાન કરનારને ચેર, રેગ અને અગ્નિ પ્રમુખથી ભય થતો નથી.