________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૮૩ ] (૩) ભવ્ય આકૃતિ, ઈન્દ્રિયપટુતા, શરીરઆરોગ્ય અને સુંદર બંધારણું, હોવાથી ધર્મ સંબંધી ધાર્યું કામ થઈ શકે
(૪) લોકપ્રિયતા-સ્વાર્થ તજી લેકોપકારી કાર્ય કરવાની ઊંડી હોવી જોઈએ કે લાગણીથી સહુ સંગાથે મેળવેલી મીઠાશ-વહાલપ.
(૫) મનની અકઠોરતા-મૃદુતા-કોમળતા, જેથી કઈ પણ પાપકાર્ય તીવ્ર પરિણામે કરી ન શકે, મન કેમળ રાખે.
(૬) પાપનો યા પરભવને ડર અથવા ગુરુજનેની યા વડીલેની બીક હેવી જોઈએ કે જેથી કોઈ પણ અકાર્ય કરતાં પાછા હટે.
(૭) નિષ્કપટ-નિખાલસ વૃત્તિ, જેથી કરવું કંઈ અને કહેવું કાંઈ એવી કપટક્રિયાથી વેગળું રહેવાય.
(૮) સુદાક્ષિણ્ય-પિતાની ઈચ્છા નહિ છતાં, જેથી સામાનું મન સંપાદન થઈ શકે એવી ભલી નિર્દોષ દાક્ષિણ્યતા.
(૯) લજજાળુતા–અદબ અથવા મર્યાદા, જેથી અકાર્ય તજી સત્કાર્યમાં સહેજે જોડાઈ શકે.
(૧૦) દયાલુતા–દયાતા, જેથી ગમે તેનું દુ:ખ દેખી પિતાનું દિલ દ્રવે અને તેના ઉપર અનુકંપા આવે.
(૧૧) મધ્યસ્થતા-નિષ્પક્ષપાતબુદ્ધિ, જે વડે ગમે તેના ગુણ દોષને સ્વબુદ્ધિરૂપી તલાવડે તળી-માપી શકે.
(૧૨) સૈય્યદષ્ટિ–સહુ ઉપર સમભાવ, અમીભરી નજર જેથી સહુને પ્રિય લાગે, કોઈને અપ્રીતિ ન ઉપજે. કોઈ સ્થળે અગ્યારમા તથા બારમા બંને ગુણને એક સાથે ગણું વિશેષજ્ઞતા ગુણ કહેવામાં આવેલ છે.