________________
[ ૨૮૮ ]
શ્રી કપૂરવિજયજી
પણ અધિક અધિક મૂલ્ય ઇચ્છવું નહિ, અતિ મૂલ્ય કરનાર લેાભી માણસનાં નાણાં સમૂળગાં નાશ પણ પામી જાય છે.
૩૩. ભારે મોટા લાભ મળતા હાય તેા પણ ઉધારે આપવુ નહિ તેમ જ લેાભવશ થઇ સામું ઘરેણુ રાખ્યા વગર વ્યાજે ધન આપવું નહિ, ચિન્તા હૈારી લેવી ન પડે તેવુ કાર્ય કરવું.
૩૪. ધર્મના મર્મ સમજનાર જાણી જોઇને ચારીના માલ ગ્રહણ કરે જ નહિ, અને વિવેકવત હાય તે વ્યાપારમાં સરસનિરસ વસ્તુની સેળભેળ કરી દગલબાજીભર્યાં ધંધા કરે નહિ.
૩૫. ચાર, ચંડાળ, ધૂર્ત –ઠગ, મલિન અને પતિત–પાપીજના સાથે, આ લેાક પલાક સંબંધી સુખની વાંછા રાખનારે કશે। વ્યવહાર ( વ્યાપાર-વ્યવસાય ) કરવા નહિ.
૩૬. વિચક્ષણ હાય-પરભવથી યા પાપથી ડરતે હૈાય તે વેચાણ કરતા વસ્તુનુ હું મૂલ્ય કરે નહિ; વ્યાજબી મૂલ્ય જ કરે અને અન્યની વસ્તુને લેતાં જે કરાર કર્યા હાય તે લેાપે નહિ. કોઇ વસ્તુ શ્વેતાં કે લેતાં લેાભવશ નહિ થતાં પ્રમાણિકપણું બરાબર સાચવી રાખે.
૩૭. સુબુદ્ધિવત હાય તે અણુદીઠેલી વસ્તુનું સાચું ન જ કરે, તેમ જ સુવણૅ રત્નાદિક કિંમતી ચીજો પ્રાય: પરીક્ષા કર્યો વગર ગ્રહણ ન કરે,
૩૮. રાજાના પ્રતાપ વગર અનર્થ અને આવી પડેલ આપદાનુ નિવારણ થવા ન પામે તેથી સ્વત ંત્રપણું સાચવી રાખી રાજાઆને યથાયાગ્ય અનુસરે.