________________
[ ૨૯૦ ]
શ્રી કરવિજયજી અને ખાસ કરીને વિદ્યા અભ્યાસ એ ચાર વાનાં ચીવટ રાખીને વજે, અન્યથા એથી અનર્થ થવા પામે છે.
૪૭. આહારથકી વ્યાધિ ઉત્પન્ન થાય છે, મૈથુનથકી ગર્ભસ્થ બાળક દુષ્ટ થવા પામે છે, નિદ્રા કરવાથી ભૂતપીડા થાય છે અને વિદ્યાભ્યાસથી બુદ્ધિહીનતા થવા પામે છે.
૪૮. વાળુ કર્યા પછી દિવસચરિમ દુવિહાર, તિવિહાર કે ચવિહારનું પચ્ચખાણ કરી લેવું.
૪૯રાત્રિભેજન સંબંધી દોષના જાણ હોઈ જે કંઈ દિવસની આદિની અને અંતની ગણાતી બે બે ઘડી સુધી રાત્રિ ભેજન તજે તેને પુન્યશાળી જાણવા.
૫૦. જે કઈ ભાગ્યશાળી રાત્રિભેજનનો સર્વથા ત્યાગ કરે છે તે પોતાની જિંદગીના અર્ધા ભાગના ઉપવાસને લાભ અવશ્ય મેળવે છે. ટેકીલા વ્રતધારી જ આ ઉત્તમ લાભ હાંસલ કરી શકે છે.
૫૧. દિવસે અને રાત્રે જે ખાતોપીતો જ રહે છે તે શીંગડા અને પુંછડા વગરને પશુ જ છે, એમ સ્પષ્ટ રીતે તે પોતાની મોકળી વૃત્તિથી પૂરવાર કરી આપે છે.
પર. રાત્રિભોજનના દોષ-પાતિકથી પ્રાણીઓ ઘુવડ, કાગ, માર, ગીધ, સાબર, સૂઅર (ભૂંડ), સાપ, વિષ્ણુ અને ગીલી જેવા નીચ અવતાર પ્રાપ્ત કરે છે અને ધર્મભ્રષ્ટ થાય છે.
૫૩. રાત્રિસમયે હોમ-આહૂતિ, સ્નાન, દેવપૂજા, દાન અને ખાસ કરીને ભજન કરવાનું વજેલું છે. આટલા વાનાં રાત્રે કરવાની શાસ્ત્રકારની મનાઈ છે.