________________
લેખ સંગ્રહ : ૫ ?
[ ૨૯૧ ] ૫૪. એવી રીતે ન્યાય—નીતિવડે શોભતો જે પુરુષ દિવસના ચારે પહેરને નિગમે છે તે ન્યાયયુક્ત અને વિનયવિચક્ષણ હાઈ અંતે અક્ષયસુખનું ભાજન થાય છે.
ચતુર્થ વર્ગ. ૧. થોડા પાણી વડે પિતાના પગ, હાથ અને મુખનું પ્રક્ષાલન કરી, પોતાના આત્માને ધન્ય તેમજ કૃત્યપુન્ય માનતો છતો શ્રાવક સાંજ સમયે હર્ષપૂર્વક શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે. (ધૂપ, દીપાદિકવડે દ્રવ્યપૂજા અને ચૈત્યવંદનવડે પ્રભુની સમયોચિત ભાવપૂજા કરે. )
૨. સમ્યક્ ક્રિયા સહિત જ્ઞાનવડે મેક્ષસુખ પ્રાપ્ત થાય છે એમ જાણતો શ્રાવક સાંજે ષઆવશ્યક કરણી (પ્રભાતની પેઠે) પુનઃ કરે.
૩. લોકમાં કિયા જ ફળદાયક મનાય છે, પણ જ્ઞાન ફળદાયી મનાતું નથી, કેમ કે સ્ત્રી અને ભક્ષ્ય–ભજન સંબંધી ભેદનો જાણ છતાં તેવા જ્ઞાનમાત્રથી સુખી થતો નથી. જ્યારે તેનો ભગવટો કરે છે ત્યારે જ તેનું અનુભવાત્મક સુખ મળી શકે છે.
૪. ગુરુના વિરહ સ્થાપનાચાર્ય કે નવકારવાળીની સ્થાપના કરી બુદ્ધિશાળી પિતાના ઘરમાં (અનુકૂળ સ્થાન હોય તો) આવશ્યક કરણું–પ્રતિક્રમણુદિ ક્રિયા કરે.
૫. ધર્મના પ્રભાવથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે એમ હદયમાં જાણતે સદા સર્વદા ધર્મમાં જ ચિત્ત રાખનાર પુરુષ ધર્મસાધન કરવાનો સમય વ્યર્થ વિતાવી દે નહિ, મતલબ કે અવસરચિત ધર્મકરણ અવસરે જ કરવા બરાબર લક્ષ રાખે; ભૂલે નહિ.