________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૮૭ ] ૨૬. શુદ્ધિ વ્યવહારવડે સદા ય વ્યવસાય કરતે ફૂડ તેલ, માન કે લેખ (દસ્તાવેજ) કરવાનો ત્યાગ કરે.
૨૭–૨૮. અંગારકર્મ, વનકર્મ, શકટ (ગાડાં વિગેરે) કર્મ, ભાટક ( ભાડા) અને ઑટક (ધરતી ફેડવાના) કર્મવડે આજીવિકા તજે, તથા દાંત, લાખ, રસ, કેશ અને વિષ સંબંધી કુવાણિજ્યનો ત્યાગ કરે, તેમ જ યંત્રપલન, નિલંછન (ખસી કરવાનું ), અસતીષણ (કૂર જીવેનું પાલન ), દવદાન (બાળી મૂકવું) અને તળાવ વિગેરે સૂકાવવા–એ ઉપર જણાવેલાં પંદર કર્માદાન ધર્માથી જનેએ અવશ્ય વર્જવા.
૨૯. લેખંડ, મહુડાનાં ફૂલ, મદિરા, મધ તેમ જ કંદમૂળ તથા પત્ર-શાખાદિક બુદ્ધિશાળી હોય તે વ્યાપાર અર્થે આદરે નહિ. ઉપર જણાવેલા સઘળા પાપ વ્યાપાર સુજ્ઞજન કરે નહિ.
૩૦. ફાગણ માસી ઉપરાંત તલ અને અલસી રાખે નહિ તેમ જ જંતુવ્યાસ ગોળ તથા ટોપરાં પ્રમુખ ચોમાસું (અષાઢી) આવ્યું છતે રાખે નહિ. જે જે વસ્તુને સંગ્રહ કરવાથી ત્રસાદિ જીવને સંહાર થાય તે વસ્તુને સંચય સુબુદ્ધિવંત હોય લેવિશ બની કરે નહિં.
૩૧. ચોમાસામાં ગાડાં અથવા બળદને હંકાવે નહિ, તેમ જ અનેક ત્રસાદિક જીવોની હિંસાકારક કૃષિકર્મ (ખેડ) પણ પ્રાયઃ કરાવે નહિં.
વ્યાપાર-વ્યવસાય કરવાની કુનેહ અને સ્વધર્મરક્ષા. ૩૨. વ્યાજબી મૂલ્ય મળતું હોય તે વસ્તુ વેચી દેવી