________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૮૧ ] - ૫૯. જિન ધર્મ પાળવામાં તત્પર હોય તે શ્રાવક-શ્રાવિકાઓ જીવાતવાળાં ફળ, ફૂલ, પત્ર કે બીજું જે કાંઈ હોય તે તથા બાળ આથણું પણ ખાય નહિ. જીભના રસમાં ગૃદ્ધ બનીને ક્ષણ માત્ર દેખાતાં નજીવાં સુખની ખાતર આત્માને મલિન કરે નહિ.
૬૦. આહાર અને નિહાર કરતાં ઘણું વાર લગાડવી નહિ તેમ જ જળપાન તથા જ્ઞાન બહુ ઉતાવળાં કરવાં નહિ-સ્થિરતાથી કરવાં.
૬૧. ભેજન પહેલાં જળપાન કરવું તે વિષ જેવું, ભેજન કર્યા પછી ઉપર જળપાન કરવું તે પથ્થર જેવું અને ભજન કરતાં વચમાં જળપાન કરવું તે અમૃત સમાન પરિણામ આપે છે.
૬૨. અજીર્ણ જણાતું હોય તો ભજન ન કરવું, અજીર્ણ મટ્યાબાદ પ્રકૃતિને માફક આવે એવું (સાદું-હળવું ) ભજન કરવું અને ભજન કરી રહ્યા પછી પાન, સોપારીવડે મુખશુદ્ધિ કરવી. તેને (પાન સોપારીને) ત્યાગ હોય તેણે બીજી નિર્દોષ વસ્તુથી મુખશુદ્ધિ કરવી.
૬૩. વિવેકવંત હોય તે માર્ગમાં હાલતાચાલતાં તાંબૂલ ન ખાય તેમ જ પુન્યમાર્ગનો જાણું હોય તે સોપારી પ્રમુખ આખું ફળ દાંત વડે ભાગે નહિ, પણ જોઈ તપાસીને જ ખાય.
૬૪. ભેજન કર્યા બાદ શ્રીમાતુ ન હોય તો વિચારવાનું (બુદ્ધિશાળી–પરિણામદશી) દિવસે ઊંઘે નહિ કેમ કે દિવસે ઊંઘનારના શરીરમાં વ્યાધિ થવાનો સંભવ રહે છે.