SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૨૮૧ ] - ૫૯. જિન ધર્મ પાળવામાં તત્પર હોય તે શ્રાવક-શ્રાવિકાઓ જીવાતવાળાં ફળ, ફૂલ, પત્ર કે બીજું જે કાંઈ હોય તે તથા બાળ આથણું પણ ખાય નહિ. જીભના રસમાં ગૃદ્ધ બનીને ક્ષણ માત્ર દેખાતાં નજીવાં સુખની ખાતર આત્માને મલિન કરે નહિ. ૬૦. આહાર અને નિહાર કરતાં ઘણું વાર લગાડવી નહિ તેમ જ જળપાન તથા જ્ઞાન બહુ ઉતાવળાં કરવાં નહિ-સ્થિરતાથી કરવાં. ૬૧. ભેજન પહેલાં જળપાન કરવું તે વિષ જેવું, ભેજન કર્યા પછી ઉપર જળપાન કરવું તે પથ્થર જેવું અને ભજન કરતાં વચમાં જળપાન કરવું તે અમૃત સમાન પરિણામ આપે છે. ૬૨. અજીર્ણ જણાતું હોય તો ભજન ન કરવું, અજીર્ણ મટ્યાબાદ પ્રકૃતિને માફક આવે એવું (સાદું-હળવું ) ભજન કરવું અને ભજન કરી રહ્યા પછી પાન, સોપારીવડે મુખશુદ્ધિ કરવી. તેને (પાન સોપારીને) ત્યાગ હોય તેણે બીજી નિર્દોષ વસ્તુથી મુખશુદ્ધિ કરવી. ૬૩. વિવેકવંત હોય તે માર્ગમાં હાલતાચાલતાં તાંબૂલ ન ખાય તેમ જ પુન્યમાર્ગનો જાણું હોય તે સોપારી પ્રમુખ આખું ફળ દાંત વડે ભાગે નહિ, પણ જોઈ તપાસીને જ ખાય. ૬૪. ભેજન કર્યા બાદ શ્રીમાતુ ન હોય તો વિચારવાનું (બુદ્ધિશાળી–પરિણામદશી) દિવસે ઊંઘે નહિ કેમ કે દિવસે ઊંઘનારના શરીરમાં વ્યાધિ થવાનો સંભવ રહે છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy