________________
'
'
[ ૨૮૨ ]
શ્રી કપૂરવિજયજી તૃતીય વર્ગ ૧. પછી ગૃહશેભાને જેતે છત, વિદ્વાનોની ગેછી કરવા તત્પર રહી પુત્રાદિક પરિવારને હિત-શિખામણ દેતા સુખે બે ઘડી સુધી (ઘરે જ) સ્થિરતા કરે–વિશ્રાન્તિ લેય.
૨. અનેક સદ્દગુણ સંપ્રાપ્ત થયે છતે અને ધનાદિક સંપદાને પુન્યાધીન લેખે છતે, સમસ્ત તત્ત્વ(હિતાહિત)ને સારી રીતે સમજનાર વિવેકી નર સદ્દગુણથી પડતા નથી.
૩. વંશ(જાતિ-કુળ)હીન મનુષ્ય પણ સગુણવડે ઉત્તમતાશ્રેષ્ઠતા--પૂજ્યતાને પામે છે. જુઓ પંક-કાદવમાંથી પેદા થયેલું પંકજ-કમળ માથા ઉપર ચઢાવાય છે અને કાદવ પગવડે કચરાય છે.
૪. ઉત્તમ સ્ત્રી-પુરુષોની ખાણ કંઈ હોતી નથી, તેમ જ એવું કુળ પણ જગતમાં ભાગ્યે જ હોય છે. સ્વાભાવિક રીતે મનુષ્ય જ સ્વગુણવડે જગતમાં સર્વ વડે પ્રશંસાપાત્ર થયેલા છે.
પ. જેમ સત્કાદિક ગુણેવડે સંપૂર્ણ હેય એ મનુષ્ય રાજ્યપાલન કરવા યોગ્ય કહેવાય છે તેમ આગળ કહેવાતા એકવીશ ગુણવડે યુક્ત માનવ સર્વોક્ત ધર્મને લાયક ગણાય છે. પવિત્ર ધર્મપ્રાપ્તિની યોગ્યતા માટે આદરવા લાયક ૨૧
ગુણેનું વર્ણન. ૬-૭-૮ (૧) ક્ષુદ્રતા વગરનું–અક્ષુદ્ર-ગંભીર હૃદય, જેથી પરાયાં છિદ્ર નહિ જોતાં ગુણ જ ગ્રહણ કરવાનું બને.
(૨) શીતળ પ્રકૃતિ–આચાર, વિચાર અને વાણીની મીઠાશ, જેથી સહુને શાન્તિ-સમાધિ ઉપજે.